બરવાળા ઉતાવળી નદીમાંથી ગુમ યુવાનની લાશ મળી આવી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 6, 2019

બરવાળા ઉતાવળી નદીમાંથી ગુમ યુવાનની લાશ મળી આવી

બરવાળા પાસે આવેલ ઉતાવળી નદીના ચેકડેમ પાસે રાવળદેવ યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક યુવાન શનિવાર બપોરનો ગુમ હતો. આ બનાવની જાણ થતા બરવાળા પોલિસ ઘટના સ્થળે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે યુવાનનુ મૃત્યુ ક્યા કારણોસર થયુ તે અંગેની તપાસ હાથ ધરી છે.

બરવાળા પાસેથી પસાર થતી ઉતાવળી નદીના ચેકડેમ પાસેથી તા.06/10/2019 ના રોજ સવારના 8:00 કલાકે મહેશભાઈ ભુપતભાઈ બેલમ (ઉ.વ.32) રહે.રાવળશરી, બરવાળાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ બરવાળા પોલિસને થતા શક્તિસિંહ ઝાલા પી.એસ.આઇ., એમ.એન.ચૌહાણ,મહાવીરસિંહ રાઠોડ સહિતનો પોલિસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવાનની લાશને પી.એમ.માટે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહેશભાઈ ભુપતભાઈ બેલમ તા.05/10/2019 ના રોજ બપોરથી ગુમ થયો હતો જેની આજુબાજુ વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી પરંતુ શોધખોળ કરેલા વિસ્તારમાં યુવાનનો પતો લાગ્યો નહોતો ત્યારે રવિવારે સવારે 8:00 વાગ્યે ગુમ થયેલ યુવાનની લાશ ઉતાવળી નદીના ચેકડેમ પાસે મળી આવી હતી. લાશ મળી આવ્યાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા.આ બનાવને લઈ બેલમ પરિવારમાં ઘેરા શોકનું મોજુ ફરી વળયુ હતુ. આ બનાવ અંગે બરવાળા પોલિસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ એમ.એન.ચૌહાણ હેડ કોન્સ્ટેબલ ચલાવી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Barvala News - the body of the missing young man was recovered from the river in a hurry 060009


from Divya Bhaskar https://ift.tt/2IsIfXf
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here