રિયાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાઉદી અરબમાં ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ ઈનીશિએટિવ ફોરમ (FII)ને સંબોધન કર્યું છે. અહીં તેમણે કહ્યું છે કે, સાઉદી એવો દેશ છે જેમણે રેતને સોનામાં ફેરવી છે. સાઉદી રોકાણકારોને ભારતમાં રોકાણનું આમંત્રણ આપતા વડાપ્રધાને કહ્યું કે, અમારા ઘણાં સ્ટાર્ટઅપમાં વૈશ્વિક સ્તરથી રોકાણ થઈ રહ્યું છે. ફૂડ ડિલીવરીથી લઈને પર્યટન અને હોસ્પિટાલિટીના વિસ્તારમાં પણ સ્ટાર્ટઅપ ઈનોવેશન કરી રહ્યા છે. મારી તમને અપીલ છે કે, તમે અમારા સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં રોકાણ કરો. મારો દાવો છે કે, સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમથી તમને વધારે રિર્ટન મળશે.
મોદીએ વૈશ્વિક વેપારને પ્રભાવિત કરતાં પાંચ ટ્રેન્ડસ વિશે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આજે અમે જ્યારે ભારતમાં વિકાસને ગતિ આપવા માંગીએ છીએ ત્યારે અમારે ટ્રેન્ડસ વિશે પણ સમજવું પડશે. તેમાં પહેલો ટ્રેન્ડ છે ટેક્નોલોજી અને ઈનોવેશનનો પ્રભાવ. બીજો- ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વ, ત્રીજો- હ્યુમન રિસોર્ટ અને ફ્યૂચર ઓફ વર્કમાં થઈ રહેલા ફેરફાર, ચોથો છે પર્યાવરણ પ્રત્યે સહાનુભૂતિ અને પાંચમો છે બિઝનેશ ફ્રેન્ડલી ગવર્નન્સ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pqFrDx
via IFTTT
No comments:
Post a Comment