નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા વારંવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન અંગે સેનાના ભૂતપુર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન જનરલ (સેવાનિવૃત) વીકે સિંહે કહ્યું છે કે પૂંછડીને સીધી કરવા માટે કેટલીક વખત સમય લાગે છે. આપણી સેના જરૂર પડે ત્યારે હંમેશા કાર્યવાહી કરવા માટે તૈયાર રહે છે. જેથી દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકાય અને જે પરોક્ષ યુદ્ધ ચલાવવામાં આવી રહ્યું છે તેને અટકાવી શકાય.પાકિસ્તાન સેના તરફથી થયેલી ગોળીબારીમાં રવિવારે બે ભારતીય જવાન શહિદ થયા હતા, જ્યારે એક નાગરિકનું મોત નિપડ્યું હતું. ત્યારબાદ ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં પાકિસ્તાનના જબ્જા હેઠળના કાશ્મીર (પીઓકે)માં આતંકવાદી અડ્ડાઓ પર તોપમારો કરવામાં આવ્યો હતો.
સેના અધ્યક્ષ બિપિન રાવતે જણાવ્યું હતું કે ભારતીય સેનાની કાર્યવાહીમાં આશરે 10 પાકિસ્તાની સૈનિક અને અનેક આતંકવાદી માર્યા ગયા હતા. આ સાથે પોઓકેમાં 3 આતંકી લોન્ચ પેડનો પણ નાશ કરવામાં આવ્યો છે તેમ જ એક અન્ય આતંકવાદી અડ્ડાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
પાકિસ્તાને કહ્યું- અમારો એક સૈનિક માર્યો ગયો
બીજીબાજુ પાકિસ્તાન સેનાએ એવો દાવો કર્યો છે કે તેમની ગોળીબારીમાં 9 ભારતીય સૈનિકના મોત થયા છે, પરંતુ ભારતીય સેનાએ આ દાવાને ફગાવી દીધો છે. પાકિસ્તાન લશ્કરના પ્રવક્તા જનરલ આસિક ગફૂરે કહ્યું છે કે ભારતીય સેનાની ગોળીબારીમાં તેમના એક સૈનિકનું મોત થયું છે અને 3 નાગરિકને ઈજા થઈ છે.
રેડિયો જૂઠીસ્તાન ચલાવવાની તેમની આદત હજુ પણ ગઈ નથી
જનરલ વીકે સિંહે પાકિસ્તાન અને તેની સેના અંગે કટાક્ષ કરતા કહ્યું છે કે વર્ષ 1965માં તે રેડિયો જૂઠીસ્તાન ચલાવતા હતા. તેમની આ આદત હજુ પણ દૂર થઈ નથી. માટે, તેમને જે કહેવું હોય તે કહેવા જ દો. આપણી સેનાએ જે કહ્યું તે ખરું છે. પાકિસ્તાને વર્ષ 1999 માં કારગીલ યુદ્ધમાં માર્યા ગયેલા તેના સૈનિકના મૃતદેહો પણ પરત લેવાનો ઈન્કાર કર્યો હતો.
ભૂતપુર્વ સેના પ્રમુખે કહ્યું હતું કે જે પ્રકારે આપણા સેના પ્રમુખે કહ્યું છે કે ભારતીય સેના સમય-સમયે પર સ્થિતિને નિયંત્રિત કરવા માટે નિયંત્રણ રેખા પર કાર્યવાહી કરતી રહે છે, જેથી સામા પક્ષેથી જે દુસાહસ કરવામાં આવે છે તેને અટકાવી શકાય. આપણા તરફથી જે કાર્યવાહી કરવામાં આવી છે તેનું પરિણામ તમને જણાવવામાં આવ્યું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BzuTEx
via IFTTT
No comments:
Post a Comment