બરવાળા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ટીબી ટોબેકોનો વર્કશોપ યોજાયો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 21, 2019

બરવાળા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ટીબી ટોબેકોનો વર્કશોપ યોજાયો

બરવાળા ભાસ્કર | બરવાળા તાલુકા ની આંગણવાડી કાર્યકર બેહનો નો ટીબી ટોબેકો નો વર્કશોપ હતો. આ વર્કેશોપમા ડી.પી.ઓ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. એસ એસ પ્રશાદ, આયુષ એમ ઓ. ડો પારસ વસાણી, ફાઇનાન્સ ઓફિસર વિમલ વસાણી, અને બરવાળા એસ ટી એસ સંજયભાઈ રામદેવ દ્વારા આ વર્કશોપ બપોર ના ભોજન અને સાંજના ચા પાણી નાસ્તા બાદ પૂર્ણ થયો. નાના બાળકો ઓછા વજન વાળા હોઈ, કુપોષિત હોઈ તેવા બાળકો નું મોન્ટુક્સ ટેસ્ટ બરવાળા, ભીમનાથ, સાળંગપુર, નાવડા એમ તમામ સરકારી, આરોગ્ય કેન્દ્ર ખાતે મફત માં કરી આપવામાં આવે છે અને વ્યશન મુકતની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

રાવળીયા વદરની માધ્યમિક શાળામાં ઉજાસ ભણી કાર્યક્રમ યોજાયો

ધ્રાંગધ્રા ભાસ્કર | ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદરની માધ્યમીક શાળામાં સર્વ શિક્ષા અભિયાન સુરેન્દ્રનગર ગર્લ્સ એજ્યુકેશાન વિભાગ અંતર્ગત ઉજાશ ભણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરા હાઇસ્કુલના આચાર્ય અરવિંદભાઇ દેસાઇ, વેળાવદર હાઇસ્કુલના શાંતીલાલ બરીયા, સીઆરસી સુરેશભાઇ રાઠોડ, કોંઢ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના મનીષાબેન, ભાવના બેન દ્વારા બાળ અધિકારો અને માનસીક આરોગ્ય અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.

વઢવાણની જ્ઞાનસરિતા વિદ્યાલયમાં રંગોળી સ્પર્ધા યોજાઇ

સુરેન્દ્રનગર ભાસ્કર | વઢવાણની જ્ઞાનસરીતા વિદ્યાલયમાં દિવાળી સેલીબ્રેશન અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. જેમાં શાળાના નાના ભુલકાનઓએ ભાગ લઇ વિવિધ રંગો અને આકારની રંગોળી શિક્ષકોની મદદથી બનાવી હતી. આ આયોજનને સફળ બનાવવા શાળા પરીવારે પ્રયાસ કર્યો હતો.

સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિરમાં રમતોત્સવનું આયોજન કરાયું

થાન ભાસ્કર | થાનગઢની સરસ્વતી પ્રાથમીક વિદ્યામંદિર શાળામાં બાળકોમાં અભ્યાસ સાથે શારીરિક મજબુતતા જળવાય માટે શારીરિક રમતોત્સવનું આયોજન કરાયુ હતું. જેમાં ભાગ લઇ બાળકોએ શાળા પ્રાંગણમાં ક્રિકેટ, ખોખો, ઉચીકુદ સહિતની રમતો રમવાનો આનંદ માણ્યો હતો. આ આયોજનને સફળ બનાવવા પ્રધાનાચાર્ય હસમુખ ગુરુજી, સહપ્રધાન આચાર્ય રાજેન્દ્ર ગુરુજી તથા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પરિવારે પ્રયાસ કર્યા હતા.

હૈદરાબાદ ખાતે ડો.અબ્દુલ્લ કલામ અને ગાંધી પીસ સેવા એવોર્ડ પ્રાપ્ત

ગઢડા(સ્વામીના) ભાસ્કર | ગઢડામાં રહેતા અને વિવિધ સામાજીક સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર હાલમાં આદિવાસી વિસ્તારમાં કાર્યરત ઝોહરાબેન લાખાણીને હૈદરાબાદ મુકામે ગ્લોબલ હ્યુમન રાઇટસ એસોસિએશન દ્વારા રવિન્દ્ર ભારતી ઓડીયોરીયમ ખાતે યોજાયેલા સન્માન કાર્યક્રમ દરમિયાન ડા.અબ્દુલ્લ કલામ સેવા પુરસ્કાર અને ગાંધી પીસ એવોર્ડથી બ્રહ્માકુમારીના સમર્પિત મહાનુભાવો તેમજ બી.પી. પુરોહિત વિગેરે વરિષ્ઠ સમાજ સેવકોના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ.

રેશમીયા શાળાના વિદ્યાર્થિની દોડમાં રાજ્યકક્ષાએ ભાગ લીધો

ચોટીલા ભાસ્કર | રેશમીયા ગામની પ્રાથમીક શાળામાં ધો.6માં અભ્યાસ કરતા વર્ષાબેન ધીરૂભાઇએ જિલ્લાકક્ષાએ ખેલમહાકુંભ દોડ સ્પર્ધામાં ઉતકૃષ્ટ પ્રદર્શન કરતા રાજ્યકક્ષાએ રમવા પસંદગી પામ્યા હતા. તા.21ના રોજ ઉતકૃષ્ટ પ્રદર્શન કરતા સેમીફાઇનલમાં સ્થાન પ્રાપ્ત કર્યુ. આથી તા.22ના રોજ યોજાનાર સેમીફાઇનલમાં તેઓ સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનીધીત્વ કરશે. તેમની આ સિધ્ધી બદલ શાળા પરીવારમાં આનંદની લાગણી છવાઇ હતી.

સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ

સુરેન્દ્રનગર ભાસ્કર | જિલ્લા આમ આદમી પાર્ટીની બેઠક તા. 19ને શનીવારે સરકીટ હાઉસ ખાતે યોજાઈ જેમાં જિલ્લા પ્રભારી જેઠાભાઇ પટેલ, જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજા, ઉપપ્રમુખ પ્રવીણસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલીકાઓની ચૂંટણીમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા થયેલ કાર્યો લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ બેઠકમાં તાલુકાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

MDલોકવિદ્યાલયમાં પુર્વછાત્ર સંમેલન અને છાત્ર એવોર્ડ સમારોહ યોજાયો

સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરના એમ.ડી.લોકવિદ્યાલયમાં પુર્વછાત્ર સંમેલન અને છાત્રએવોર્ડનું તાજેતરમાં આયોજન કરાયુ હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રદાન થકી સંસ્થાને ગૌરાન્વીત કરનાર પુર્વછાત્રોને સી.ડી.શાહ એવોર્ડથી સન્માનીત કરાયા હતા. ત્યારબાદ ડો.નીખીલેશ દેસાની અધ્યક્ષતામાં પુર્વછાત્રોના સ્નેહમીલન કાર્યક્રમમાં સંસ્થામાં વિતાવેલ યાદો તાજી કરી હતી. આ પ્રસંગે બાલાભાઇ શુકલ, ડો.જયશ્રીબેન દેસાઇ, બળદેવભાઇ દેસાઇ, ડો.જાતુષભાઇ જોષી સહિત સંસ્થા પરીવાર ઉપસ્થિત રહ્યા હતા.

થાન લાયન્સ ક્લબ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

થાન ભાસ્કર | થનગઢના લાયન્સ ક્લબ દ્વારા આરપી સીરામીકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી રક્તદાન કરતા 109 બોટલ રક્ત દાન કર્યુ હતું .આ આયોજનને સફળ બનાવવા મેહુલભાઇ વસોયા, ધર્મવિરસિંહ જાડેજા, સાગરભાઇ ખાખી, મુનાભાઇ સોનાગરા સહિત લાયન્સ ક્લબ ટીમે પ્રયાસ કર્યા હતા.

અંબિકા માઇ ધાર્મિક સેવા ટ્રસ્ટે દર્દીઓને પપૈયાનાં પાનના જ્યુસનું વિતરણ કર્યું

સુરેન્દ્રનગર ભાસ્કર | પીએન્ડટી ક્વાટર્સમાં આવેલ અંબીકા મંદિરના અંબીકા માઇ ધાર્મીક સેવા ટ્રસ્ટ દ્વારા ડેન્ગ્યુની સારવાર લેતા દર્દીઓને પપૈયાના પાનના જ્યુસનું વિતરણનું આયોજન કરાયુ હતુ. આથી ગાંધી હોસ્પીટલ, સીજેહોસ્પીટલ, ટીબી હોસ્પીટલમાં સારવાર લેતા ડેન્ગ્યુના દર્દીઓને જ્યુસનું નિ:શુલ્ક વિતરણ કરાયુ હતું.

એસ.એન. વિદ્યાલયનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગર અને નવકાર ઇન્સ્ટીટ્યુટના સંયુક્ત ઉપક્રમે ધો.12 પછી શું સેમીનારનું આયોજન કરાયુ હતું. તા.21-10-19ના રોજ સી.યુ.શાહ મેડીકલ હોલમાં આયોજીત આ સેમીનારમાં નવકાર ઇનસ્ટીટ્યુટના મૈલીનભાઇ, નીખીલભાઇ, સીએસ હિરેનભાઇ વ્યાસ દ્વારા માર્ગદર્શન અપાયું. ત્યારબાદ સ્વામિનારાયણ ગુરૂકુળના મહાત્માસ્વામી અને દર્શન પ્રિય સ્વામીના હસ્તે ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના કારોબારીમાં નીમણુંક થયેલ ઇન્દ્રસિંહ ઝાલા અને મહામંત્રી સુનીલભાઇ મોટકાનું સન્માન કરાયું હતું.

કન્યા શાળા નં.2 ધોળકાના શિક્ષકનો વિદાય સન્માન સમારોહ યોજાયો

અમદાવાદ: ધોળકાની કન્યા શાળા નં રના શિક્ષક લક્ષ્મણભાઈ જાદવનો વયનિવૃતિને કારણે ૩૭ વર્ષ ની શૈક્ષણિક કારકિર્દી સફળતાપૂર્વક સંપન્ન કરી તેમનો વિદાય સન્માન સમારોહ રાજ્ય પરીક્ષા બોર્ડના સભ્ય શ્રી કનુભાઈ જોષી, પરમ પૂજ્ય લાલદાસ બાપુ, પરમ પૂજ્ય રાવજીદાસ સાહેબ , પ્રત્યાયન ફાઉન્ડેશન ધોલકાના મનુભાઈ પરમાર, જેસંગભાઇ જાદવ, બાવન ગામ વણકર સમાજ ઉત્કર્ષ મંડળના ડાહ્યાભાઈ પરમાર, અર્જુનભાઈ પરમાર સહિતના દ્વારા પ્રતીક ભેટ આપવામાં આવી હતી.

વાડલા પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો

સુરેન્દ્રનગર ભાસ્કર |વઢવાણ તાલુકાના વાડલા પ્રાથમીક શાળાના શિક્ષક રાજુભાઇ સુખાભાઇ ડોડીયા વયમર્યાદાને લઇ નિવૃત થતા વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજુભાઇએ શાળાના ધો.5 થી 8 ના બાળકોને બાલસૃષ્ટીનું વાર્ષીક લવાજમ ભરી આપી અને શાળાને રૂ.10,151 દાન થતા શાળાના તમામ બાળકોને તિથી ભોજન કરાવાયુ હતુ. જ્યારે શાળા પરીવાર દ્વારા તેમના કાર્યકાળ દરમિયાનની સેવાને બીરદાવી ભાવપુર્વક વિદાય આપી હતી.

ધ્રાંગધ્રા રોટરી ક્લબની ડિસ્ટ્રિક્ટ ગવર્નરે મુલાકાત લીધી

ધ્રાંગધ્રા ભાસ્કર | ધ્રાંગધ્રા રોટરી ક્લબની 3060ના ડિસ્ટ્રીક્ટ રોટરી ગવર્નરે મુલાકાત લેતા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. અ પ્રસંગે ધ્રાંગધ્રા રોટરી ક્લબના સેવાના કાર્યોને બીરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રમુખ દિલીપભાઇ સોની, સેક્રેટરી આનંદભાઇ મહેશ્વરી, દર્શનાબેન પુજારા, કુલદીપસિંહ ઝાલા, ભરતભાઈ ગજજર, મનીષભાઇ શાહ સહિત રોટરી કલબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

બી.એસ.પારેખ શાળામાં વિવિધ કાર્યક્રમ યોજાયા

સુરેન્દ્રાનગર ભાસ્કર | વઢવાણના રોક્ટરેક્ટ ક્લબના પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત શહેરની બી.એસ.પારેખ બહેરા મુંગા બાળકોની શાળામાં વિવિધ કાર્યક્રમનુ઼ આયોજન કરાયુ હતું. જ્યાં સંસ્થાના બાળકોને વિવિધ રમતો જેવીકે ખોખો, મ્યુઝીકલ ચેર રમાડાઇ હતી જેના વિજેતા બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી બીરદાવાયા હતા. ત્યારબાદ નીશાંતભાઇ આદેશરા સંસ્થાના તમામ બાળકોને ભોજન પણ કરાવવામાં આવ્યુ હતું. આ આયોજનને સફળ બનાવવા રોક્ટરેક્ટ ક્લબ ટીમે પ્રયાસ કર્યા હતા.

લટુડા શક્તિ માતાજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા

સુરેન્દ્રનગર ભાસ્કર | વઢવાણના લટુડા ગામે મરમરા માતાજીના મંદિરે પાંચમા પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં મંદિરે ધ્વજારોહણ, મહાઆરતી, હવનનું આયોજન કરાયુ હતુ. જેમાં આચાર્ય પદે નીલભાઇ દવેએ વૈદીક મંત્રોચ્ચાર સાથે હવન કરાવતા રાણા પરીવાર દ્વારા આહુતી આપી નવચંડી હવન સંપન્ન કરાયો હત. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાતા મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

માનસિક દિવ્યાંગ બાળકોએ બનાવેલ દિવડાનુ પ્રદર્શન યોજાયું

સુરેન્દ્રનગર ભાસ્કર | બચપન સ્કૂલમાં મનસિક દિવ્યાંગ બાળકોએ બનાવેલ દિવડાનુ પ્રદર્શન યોજાયુ હતું. આ પ્રસંગે સંસ્થા સંચાલક સંજયભાઇએ માનસીક દિવ્યાંગ બાળકોની આ પ્રવૃત્તિને ધર ધર સુધી પહોંચાડી સમાજમાં માનસિક દિવ્યાંગ બાળકો પ્રત્યે જન જાગૃતિ લાવવા આહવાન કર્યુ હતું. ત્યારબાદ શાળાપરીવાર અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન નિહાળી વિવિધ પ્રકારની ડીઝાઇનના દિવડા નિહાળી તેની ખરીદી કરી હતી.

ઢાંકી ગામે નિ:શુલ્ક કાનૂની સહાય કાર્યક્રમ યોજાયો

લખતર ભાસ્કર | લખતર તાલુકાના ઢાંકી ગામે સુરેન્દ્રનગરના વર્ધમાન ભારતી ટ્રસ્ટ, સી.યુ.શાહ યુનિવર્સીટી વીબીટી સમાજ કાર્ય વિભાગ અને લખતર કાનુની સેવા સતા મંડળ દ્વારા નિશુલ્ક કાનુની સહાય કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં લીગલ સેક્રેટરી કૈલાશબેન ખાખી, વકિલ બી.એચ.વાળા, એચ.એન.ઉપાધ્યાય, એન.સી.પરમાર, ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ ડાયરેક્ટર પ્રભુભાઇ દ્વારા સરપંચ, ઉપસરપંચ, સભ્યો તથા ગ્રામજનોને પોલીસ સબંધીત અધિકારો, લોકઅદાલતના કેસો, તથા દ્વારા લોકોને મળતી ગુજરાત કાનુની સત્તા મંડળ દ્વારા અપાતી નિશુલ્ક કાનુની સહાય અંગે માહિતી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા કિશનભાઇ વાઘેલા, વકિલ આર.પી.રાવલ, આર.કે. મકવાણાએ પ્રયાસ કર્યા હતા.

તમારા સમાજ સંસ્થા, ધાર્મિક સંસ્થાઓમાં થતી ઉજવણી કે કાર્યક્રમના સમાચાર દિવ્ય ભાસ્કરમાં નિ:શુલ્ક પ્રસિદ્ધ કરવા

અમદાવાદ જિલ્લા માટે 9978612545 પર વોટ્સ એપ કરો અથવા

aspassbhaskar@gmail.com પર મોકલો

બોટાદ જિલ્લા માટે 9904117037 પર વોટ્સ એપ કરો કે પછી નીચેના સરનામે મોકલી આપો.

બોટાદ બ્યૂરો ઓફિસ : 1 વિજયા કોમ્પ્લેક્સ, છત્રી ચોક, પરા-બોટાદ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Barvala News - the tb tobacco workshop was held at the barua taluka health office 060539
Barvala News - the tb tobacco workshop was held at the barua taluka health office 060539
Barvala News - the tb tobacco workshop was held at the barua taluka health office 060539
Barvala News - the tb tobacco workshop was held at the barua taluka health office 060539
Barvala News - the tb tobacco workshop was held at the barua taluka health office 060539
Barvala News - the tb tobacco workshop was held at the barua taluka health office 060539
Barvala News - the tb tobacco workshop was held at the barua taluka health office 060539
Barvala News - the tb tobacco workshop was held at the barua taluka health office 060539
Barvala News - the tb tobacco workshop was held at the barua taluka health office 060539
Barvala News - the tb tobacco workshop was held at the barua taluka health office 060539


from Divya Bhaskar https://ift.tt/2oSdWmn
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here