તેલંગાણાના વિકારાબાદ જિલ્લાના સુલતાનપુર ગામમાં સેસના ટ્રેનિંગ વિમાન રવિવારે ખેતરમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ જતાં બે ટ્રેની પાઈલટ મૃત્યુ પામ્યા જેમાં એક મહિલા ટ્રેઈની સામેલ હતી. સૂત્રો મુજબ સેસના કંપનીના આ વિમાનનું બેગમપેટ એરફોર્સ સ્ટેશનથી દિવસે 11:55 વાગ્યે સંપર્ક તૂટી ગયો હતો. તેના પછી તેના ક્રેશ થઈ ગયાના સમાચાર આવ્યા. હતા. દુર્ઘટના સમયે આ વિમાન નિયમિત અભ્યાસ ઉડાન પર હતું અને બેકાબૂ થઇને ખેતરમાં પડ્યું હતું. તે સમયે ત્યાં ભારે વરસાદ થઇ રહ્યો હતો. મૃત્યુ પામેલા પાઈલટોમાંથી એકની ઓળખ પ્રકાશ વિશાલ તરીકે થઈ છે. તે રાજીવ ગાંધી ઉડ્ડયન એકેડમીનો ટ્રેની પાઈલટ હતો. બીજી મહિલા ટ્રેની પાઈલટની ઓળખ કરાઇ રહી છે.
સિરપુર વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ : ડીજીસીએએ મહારાષ્ટ્રના સિરપુરની ફ્લાઈંગ એકેડમીના ટ્રેનિંગ વિમાન 172 આરની દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31NMG6B
via IFTTT
No comments:
Post a Comment