દિલ હૈ હિન્દુસ્તાની; પાક.થી કચ્છ આવેલા શરણાર્થી પરિવારના સભ્યો જજ, તબીબ, ઈજનેર, મિલિટરીમાં છે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 23, 2019

દિલ હૈ હિન્દુસ્તાની; પાક.થી કચ્છ આવેલા શરણાર્થી પરિવારના સભ્યો જજ, તબીબ, ઈજનેર, મિલિટરીમાં છે

કચ્છના ગામોમાંથી ધારા નગેવાડીયા

1971ની સાલમાં અફડાતફડીના માહોલ વચ્ચે પાકિસ્તાનમાંથી રાતોરાત 1.20 લાખ લોકો પોતાની જમીન,મિલકત, રોકડ, દાગીના બધુ મુકીને કચ્છમાં આવી ગયા.હાલ 29 ગામોમાં આ પરિવારો વસી રહ્યા છે. પાકિસ્તાનથી આવેલા આ લોકોના દિલ તો હિન્દુસ્તાની જ છે. કચ્છી ભાષામાં કહે છે કે, પાક કરતા કચ્છ વધુ વ્હાલો છે. આ તમામ લોકો પોતાની જાતને આજે ભાગ્યશાળી અને સુરક્ષિત માને છે.કચ્છ આવ્યા બાદ તેમના જીવન ધોરણમાં ઘણુ પરિવર્તન આવ્યું છે. આ પરિવારમાંથી અનેક લોકો મિલિટરી,પેરા મિલિટરીમાં તો કોઈ ડોકટર,સીએ,ઈજનેર, જજ તરીકે દેશ આખામાં ફરજ બજાવે છે. ખેતી એ અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય છે. જ્યારે મહિલાઓ પણ ભરત ગુંથણ કામ, પાપડ વણીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને છે. પોતાના ગામની ઓળખાણ વરસો વરસ સુધી સચવાઈ તે માટે પાકિસ્તાનમાં જે ગામના નામ હતા તે જ નામ કચ્છમાં રાખવામાં આવ્યા છે. પરિવાર અને પોતાની સલામતી જોઇને ગામના વડીલોના હૈયે ધરપત છે. મોત આવે તો પણ મીઠુ લાગશે.કેમ કે અહીં બધુ સુરક્ષિત છે. અહીં જીવન ખુલીને જીવી શકીએ છીએ.

...અનુસંધાન પાના નં.8

જો પાકિસ્તાનમાં હોત તો અમે પણ ડરી-ડરીને જીવી રહ્યા હોત. તેમ પાકિસ્તાનથી શરણાર્થીઓ કહી રહ્યા છે. પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના રગેરગમાં ભારતીયતા જોવા મળે છે. તેઓએ દેશ માટે પોતાનો જીવ દેવા માટેની તૈયારી બતાવી છે.

પાકિસ્તાન અને અન્ય દેશોમાંથી આવીને કચ્છમાં સ્થાયી થનારાલોકોની જીવન શૈલી કેવી છે.આર્થિક ઉર્પાજન માટે શુ શુ કરે છે,પોતાના જીવનમાં શુ શુ પરિવર્તન આવ્યુ ,પાકિસ્તાનમાં રહેતા પોતાના પરિવાર સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે. તે બધુ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ કચ્છના વિવિધ ગામડાઓમાં પંહોચી હતી.આવા પરિવારની મુલાકાત દરમ્યાન જોવા મળ્યુ કે આ લોકો જ્યાં રહે છે તેના ગામ ભલે નાના હોય પણ દિલ તો મોટા છે. તમામ લોકોના મો પર ખુશી જોવા મળે છે. એક ફળીયામાં ચાર પાંચ પરિવાર સાથે રહે છે.પાંરપારિક પોશાકમાં તેઓ આજે બધી જગ્યાએ જાય છે અને ભોજનમાં પણ બાજરાનો રોટલો, શાક ,છાશ,ખીચડી ખાય છે. દિવાળી,દશેરા,હોળી,સંક્રાત,નવરાત્રી બધા તહેવારો સાથે મળીને ઉજવે છે.તો અડધી રાત્રે પણ મુશ્કેલીની ધડી આવેએક હોકારે માત્ર ગણતરીની સેકન્ડમાં આખુ ગામ ભેગુ થઈ જાય છે. સંકટ સમયે ખંભે ખંભો મિલાવીને મુશ્કેલીને દુર ભગાવે છે.

નખત્રાણાથી 22 કીમી દુર આવેલુ ચંદ્રનગર ગામના રસ્તા પર લીલાછમ ખેતરો જોવા મળે છે. કુદરત આ વખતે મહેરબાન હોવાથી પાક પાણીનું ચિત્ર આ વખતે સારુ છે.જેને કારણે આખુ વરસ સરસ જવાની આશા લોકોને છે. આ ગામમાં લાકડી,માટી અને છાણ વડે બનાવેલા ભુંગા પણ જોવા મળ્યા અને સુવિધાયુકત પાકા મકાનોમાં લોકો રહેવા લાગ્યા છે.બહેનો ઘરકામ કરતી હતી.તો ભાઇઓ ખેતી અને મજુરીકામે ગયા હતા.જ્યારે વડીલો ગામના ચોરે બેસીને નવરાત્રી પર્વ અનેે તેની ઉજવણીની ચર્ચા કરી રહ્યા હતા. બાળકો શાળાએ અભ્યાસ અર્થે ગયા હતા. પરિવારથી દુર રહેવા છતા પાકિસ્તનમાં રહેતા સભ્યો સાથે આજે તેઓ અપાર લાગણી ધરાવે છે. પરિવારના સભ્યો સાથે વાતચિત કરવા માટે આજે પણ તેઓ એટલા જ ઉત્સુક હોય છે.સ્માર્ટ ફોનને કારણે પરિવાર સાથે સંપર્ક કરવો સરળ બન્યો છે. એટલે ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે મોબાઈલના માધ્યમથી પાકિસ્તાનમાં રહેતા પોતાના પરિવાર સાથે દિવસમાં વાતચિત કરી શકે છે.વીડીયો કોલ મારફતે તેનો ચહેરો જોઇ શકે છે.પહેલા આવુ શકય ના હતુ. પરિવારમાંથી કોઈ પાકિસ્તાના જાય તો તેઓ પાછા આવતા ત્યારે પાકિસ્તાનમાં શુ પરિસ્થતી છે તે જાણી શકાતુ હતુ. જેમાં દિવસો લાગી જતા હતા. ગામડાની જીવન શૈલી મુજબ ગામના લોકો વ્હેલી સવારે 4.30 કલાકે ઉઠી જાય છે. દરેક લોકો પોત પોતાના કામમાં લાગી જાય છે અને બપોરે થોડો આરામ કરીને ફરી પાછા કામ ધંધે લાગી જાય છે.

ચંદ્રનગર ગામના ભાટી ભેરજી રાણાજી કહે છે કે,શંકરના મંદિર તો અંહિ અાવીને જોયા. કચ્છમાં સવાર સાંજ અમે શાંતિથી પ્રભુ સ્મરણ કરી શકીએ છીએ.પાકિસ્તાનમાં તો ભગવાન નામ પણ નહોતું લઈ શકાતુ હતુ. સાચી સ્વતંત્રતા તો કચ્છમાં અાવીને મળી. કચ્છમાં આવીને જીવન જીવવા મળ્યુ છે.

ચંદ્રનગર બાદ ત્યાંથી 20 કીલોમીટર દુર આવેલા વડેહાર ગામમાં પંહોચ્યા તો આ ગામ એક નાની સોસાયટી જેવું લાગ્યું.અંહિ સરકારી શાળા તો છે જ પણ ગામના વડીલો પહેલેથી જ ઉચ્ચ શિક્ષણ પર ભાર મુકે છે.બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે ખાસ અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવામાં આવી.જેમાં ધોરણ 8 સુધીનો અભ્યાસ ક્રમ છે. આ ગામના લોકો આર્થીક રીતે સુખી સંપન્ન છે. મહિલાઓ પણ શિક્ષીત છે. આધુનિકતાના માહોલ વચ્ચે પણ ગામના લોકોની લાગણી તો અકબંધ છે. આજે પણ જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવે તો બધા એક જ થાળીમાં જમવા બેસે છે.યજમાન અને મહેમાન બન્ને એકબીજાને પોતાના હાથે જમાડે છે.આજના સમયમાં શહેરી વિસ્તારમાં વિભકત કુંટુબ વચ્ચે એક ઉદાહરણ રૂપ બની રહે છે. ગામની મહિલાઓ ભલે ગમે તેવા અાધુનિક વિચારસરણી ધરાવતી હોય આજે પણ તેઓ પોતાના પાંરપારિક પહેરવેશ પહેરીને સંસ્કૃતી અને સંસ્કારનું એટલુ જ જતન કરે છે.તો દિકરા દિકરીના સગપણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં કરે છે.

1971માં પાકિસ્તાનથી હિજરત કરીને કચ્છમાં વસેલા લોકો કહે છે પાક. કરતાં કચ્છ વધુ વહાલું અને સુરક્ષિત

કચ્છનાં 29 ગામમાં પાડોશી દેશમાંથી આવેલા નિરાશ્રિતો વસ્યા છે

1971ના યુદ્ધ બાદ પાકિસ્તાનથી ભારત આવેલા શરણાર્થીઓ હવે કચ્છમાં વેલસેટ થઇ ગયા છે. વિવિધ ક્ષેત્રોમાં તેઓ ખૂબ આગળ વધ્યા છે.

કેમ્પ બાદ સગાંને ત્યાં રહ્યા, પછી પોતાના ઘર વસાવ્યાં

પાકિસ્તાનમાં જ બધુ છોડીને ખાલી હાથે આવી ગયા હતા.1971 માં મોટાભાગના લોકો અહીં હિજરત કરતા હોવાથી સરકારે બેઝ કેમ્પ શરૂ કર્યા હતા.જ્યારે પાકિસ્તાનથી આવ્યા ત્યારે આ બેઝ કેમ્પમાં રહ્યા પછી સગાસબંધીને ત્યાં રહ્યા. સરકારે ખેતી માટે 10 એકર જમીન અને રહેવા માટેની જગ્યા ફાળવ્યા બાદ પોતાના ઘર વસાવ્યા. તેમ હિંમત સિંહ વિજયરાજ સિંહ સોઢા જણાવે છે.

વડીલો કહે છે કે ગામમાં વધુ અભ્યાસની સુવિધા થાય તો જીવન ધોરણ ઊંચું આવે

ચંદ્રનગર ગામમાં બાલમંદિર નથી તો આંગણવાડી પણ ભાડાના મકાનમાં છે. ધોરણ 8 સુધીનો જ અભ્યાસ છે. અહીં સરકારી શાળા છે. અભ્યાસની સુવિધા ભલે ઓછી હોય પણ આજની જનરેશનને ભણી ગણીને મોટા થવુ છે. માટે તેઓ સારા હોદ્દા પર ફરજ બજાવી શકે અને પોતાના પરિવારને પણ સારું ઉચ્ચ જીવન આપી શકે તે માટે યુવાનો ઉચ્ચ અભ્યાસ માટે ભુજ જાય છે. ગામના વડીલો શિક્ષણની તરફેણમાં છે. તેઓ પણ કહે છે કે,સમય મુજબ ગામમાં અભ્યાસની સુવિધા વધારવી જોઈએ. જો શિક્ષણની સુવિધા વધશે તો તેનો ફાયદો મળશે.

સરકાર મદદ કરે તો આગળ વધી શકાય

કચ્છમાં અનેક બહારની કંપનીઓ આવી છે.જેનાથી કચ્છનો વિકાસ થયો.પણ હાલની તકે એવી પરિસ્થિતિ છે કે ગામના કેટલાક યુવાનો જે શિિક્ષત છે તેઓને આ કંપનીમાં નોકરી નથી મળતી.જો સરકાર અમારા જેવા લોકો માટે રોજગારી ઉભી કરે તો યુવાનો હજુ આગળ વધી શકે.જે તે સમયે જમીન ફાળવવામાં આવી હતી તેનાથી ગુજરાન શકય નથી.તો જમીન વધુ આપવી જોઈએ ગામોને સરકારી લાભો મળતા થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તેમ ચંદ્રનગર ગામના સવાઇ સિંહ લાધુસિંહ ભાટી કહે છે.

મહિલાઓ પણ મદદરૂપ બને છે, નવી પેઢી પોતાની ઓળખ સાચવી રાખે માટે પાકિસ્તાનમાં જે ગામો હતાં તે જ નામ અહીં રાખ્યાં



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - dil hai hindustani refugee family members from kutch pakistan are in judge doctor engineer military 063005


from Divya Bhaskar https://ift.tt/2W8JgcB
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here