
વડોદરાના વેપારી વિશાલભાઇનું એટીએમ કાર્ડ ક્લોન કરીને તેમના બેંક ખાતામાંથી 14 જેટલા ટ્રાંજેકશન કરી 1 લાખ ઉપરાંતની રકમ ઉપાડી લીધી હોવાનો કિસ્સો મારી સમક્ષ આવ્યો હતો. વેપારીએ સમય સુચકતા વાપરી સલાહ મુજબ આરબીઆઇ અને તેમની બેંકના સાયબર સેલમાં ફરિયાદ કરતાં તેમને 72 કલાકમાં 1 લાખમાંથી 17 હજાર રુપીયા પાછા આવ્યા છે અને 90 દિવસમાં તમામ પૈસા પાછા આવી જશે. વિશાલભાઇનું એટીએમ કાર્ડ ક્લોન કરીને છેતરપીંડી આચરાઇ હોવાની જાણ કરતાં તેમને તત્કાળ તેમની બેંકમાં જઇને અનઅધિકૃત રીતે થયેલા ટ્રાંજેકશનનું બેંક સ્ટેટમેન્ટ લઇ બેંકના આઇડી પરથી બેંકના સાયબર સેલને ફરિયાદ કરવા જણાવ્યું હતું. સાથે આરબીઆઇની ગાઇડ લાઇન મુજબ ફરિયાદનો મેઇલ કરવા અને બેંકમાંથી જે કંપ્લેન નંબર મળ્યો તેની જાણ આરબીઆઇમાં કરવા જણાવ્યું હતું. તેમણે આ પ્રમાણે કરતાં 17 હજાર પાછા મળી ગયા છે અને બાકીની રકમ પણ 90 દિવસમાં આવી જશે. જો પીન નંબર વગર કે ઓટીપી વગર આવા પ્રકારનું ફ્રોડ થાય તો 72 કલાકમાં આરબીઆઇને તથા બેંકના સાયબર સેલને ફરિયાદ કરવી જોઇએ. જેથી કાર્યવાહી થઇ શકે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MK3F4J
via
IFTTT
No comments:
Post a Comment