દિવાળી અને છઠ પૂજા માટે મોટી સંખ્યામાં લોકો વતન તરફ જઈ રહ્યા છે. મોટાભાગની ટ્રેનો એડવાન્સમાં જ હાઉસફુલ થઈ છે. હવે પેસેન્જરોને માત્ર તત્કાલ ટિકિટનો આ જ આશરો છે. ત્યારે તત્કાલ ટિકિટ માટે લોકો ટિકિટ એજન્ટોનો સહારો લઈ રહ્યા છે.
આ એજન્ટો પર્સનલ આઈડીથી ખોટી રીતે ટિકિટો બુક કરી પેસેન્જરો પાસેથી વધુ કિંમત વસૂલ કરી રહ્યા છે. ત્યારે રેલવે પોલીસે આવા ટિકિટ એજન્ટોને ઝડપી પાડવા અને ખરેખર પેસેન્જરોને ટિકિટ મળી રહે તે માટે અભિયાન ચલાવ્યું છે. જેના ભાગરૂપે આરપીએફ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રખિયાલ વિસ્તારમાં પન્ના સ્ટેટ પાસે આવેલ ચુનીલાલની ચાલી નાકે દુકાનમાં રેડ પાડી પર્સનલ આઈડીથી ટિકિટ બુક કરતા ટિકિટ એજન્ટને ઝડપી પાડ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને એજન્ટ પાસેથી 87615 રૂપિયાની કિમતની 43 ઈ-ટિકિટ પણ મળી આવી હતી. જેના પગલે પોલીસે એજન્ટ સિરાઝ અંસારીની પૂછપરછ કરતા આ તમામ ટિકિટો પર્સનલ આઈડીથી ગેરકાયદે બુક કરી પેસેન્જરો પાસે વધુ કિંમત વસૂલ કરતો હોવાનું તેણે સ્વીકાર્યું હતું. જેના પગલે પોલીસે એજન્ટ સિરાઝની ધરપકડ કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BEjX8H
via IFTTT
No comments:
Post a Comment