વર્ષમાં આવા 150 કેસ સામે આવી ચૂક્યા છે. એટલા માટે તાજેતરમાં સ્થાનિક પોલીસે લોકો માટે આ સંબંધમાં સંદેશ પણ જારી કરી દીધો. તંત્રએ કહ્યું કે જલદી જ કાગળવાળા નક્શા ઉપલબ્ધ કરાવાશે અને સાચા નક્કી સોશિયલ મીડિયા પર શેર કરાશે જેનાથી લોકોને સાચા માર્ગ શોધવામાં મુશ્કેલી નહીં થાય. ઓગ્લિસ્ટ્રા પ્રાંતના બોનેઈ વિસ્તારના મેયર સલ્વાટોર કોરિસે પણ લોકોને કહ્યું કે પરંપરાગત કાગળોના નક્શાનો પ્રયોગ કરે. અમુક દિવસ પહેલા જ રેસ્ક્યૂ સર્વિસે કારમાં ફસાયેલા લોકોને ભારે જહેમત બાદ બચાવ્યા હતા. આ લોકો પ્રસિદ્ધ સફેદ રેતીને શોધી રહ્યા હતા. મેપએ તેમને સુપ્રામો પર્વત શ્રેણીમાં પહોંચાડી દીધા હતા. ગત અઠવાડિયે જ રજા માણવા એક દંપતી પોતાની સિડાનમાં ફસાઈ ગયું હતું. પોલીસ મુજબ મેપના કારણે અનેક ગાડીઓ ઘાતક જગ્યાએ ફસાઇ ચૂકી છે. અનેક પર્યટકોના જીવ જોમખાઈ ગયા હતા.
તેમાં ગૂગલના પ્રવક્તા કહે છે કે અમને સાર્ડિનિયાના ગૂગલ મેપમાં ખામીઓની માહિતી મળી છે. અમે સ્થાનિક તંત્ર સાથે મળી તપાસ કરી રહ્યાં છીએ. તેમાં જલદી જ સુધારો કરશે જેથી ડ્રાઈવરોને સારી રીતે મદદ મળી શકે.
મેયરે કહ્યું - અમે પર્યટકોની મદદ કરવાના બદલામાં કોઈ પૈસા નથી લેતા
મેયર સલ્વાટોર કોરિસે કહ્યું કે રેસ્ક્યૂ અભિયાન અમારા માટે ખર્ચાળ તો છે જ પણ પર્યટકોએ પણ ભારે નુકસાન વેઠવું પડે છે. તેમના વાહનોને નુકસાન પહોંચે છે. રેસ્ક્યૂ કામ માટે સમર્પિત ટીમ અને ઉપકરણો પાછળ ભારે ખર્ચ થાય છે. તે તંત્ર જ ભોગવે છે. અમે પર્યટકોની આ મદદ માટે કોઈ પૈસા નથી લેતા. તેમણે કહ્યું કે બોર્ડ અને બેનર લગાવવાની પહેલ પણ અમારી જ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oC51oZ
via IFTTT
No comments:
Post a Comment