નૈનાદેવી મંદિરમાં નયના માતાની વાસ્તવિક પિંડી.
નૈના દેવી મંદિરના પૂજારી આનંદ ગોપાલ શર્માક હે છે કે, નયના માને ભોગ લગાવવા માટે અલગથી રસોઈ ઘર બનાવાયું છે. સવારે ચાર વાગ્યે મંગળા આરતી પછી મેવાનો અને છ વાગ્યે હલવાનો ભોગ ધરાવાય છે. બપોરે 12 વાગ્યે મધ્યાહન આરતી પછી મંદિર અડધો કલાક બંધ રહે છે. બપોરે રાજસી ભોગ ધરાવાય છે. સાંજે 6:30થી આઠ વાગ્યા સુધી સંધ્યાકાલીન આરતીનો સમય હોય છે. આ દરમિયાન મંદિર બંધ રહે છે. સ્નાન અને શૃંગાર પછી માતાને ચણા-પૂરીનો ભોગ ધરાવાય છે. રવિવારે ચણા નથી બનાવાતા. એ દિવસે પૂરી સાથે ચોળાનો ભોગ અર્પણ કરાય છે અને રાત્રે 9:30 વાગ્યે શયન આરતી થાય છે.દૂધ, બરફી અને ફળોના ભોગ પછી મંદિરના દ્વાર બંધ થઈ જાય છે. જોકે, નવરાત્રિમાં મંદિર રાત્રે ફક્ત બે કલાક અને બપોરે અડધો કલાક બંધ રહે છે. મંદિરમાં સ્થિત હવનકુંડમાં આજ સુધી હજારો-લાખો ટન સામગ્રીની આહુતિ અપાઈ છે, પરંતુ આ કુંડ ક્યારેય ભરાતો નથી. બધી જ હવન સામગ્રી તેમાં સમાઈ જાય છે. માન્યતા છે કે, દર વર્ષે મહત્ત્વના પ્રસંગે જ્વાલા દેવી પણ બહેન નૈના દેવીને મળવા આવે છે. મંદિર ન્યાસ અધ્યક્ષ સુભાષ ગૌતમ કહે છે કે, આ વર્ષે દિવ્યાંગ શ્રદ્ધાળુઓ માટે બસ સ્ટેન્ડથી ગુફા સુધી તેમના માટે વાહનની વ્યવસ્થા કરાઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pyE8SX
via IFTTT
No comments:
Post a Comment