
રોહિત શર્માએ કહ્યું કે,‘અમે તમામ અહીં આવ્યા છીએ અને અમને તો કોઈ સમસ્યા નથી.’ 2017માં શ્રીલંકન ટીમ વિરુદ્ધની ટેસ્ટ અહીં થઈ હતી. ત્યારે પ્રદૂષણના કારણે મેચ 20 મિનિટ માટે અટકાવવામાં આવી હતી. રોહિતે આ સાથે જણાવ્યું કે, તે પિંક બોલ સાથે ટેસ્ટ રમવા ઉત્સાહિત છે. તે અગાઉ દિલીપ ટ્રોફીમાં એક મેચ પિંક બોલથી રમી ચૂક્યો છે. તેણે કહ્યું કે,‘અગાઉ પિંક બોલ સાથે મેચ રમવાનો અનુભવ સારો હતો. હવે પિંક બોલ સાથે ટેસ્ટ રમવાના છીએ. અમે સારી રમત સાથે જીત મેળવવા માગશું.’ રોહિતે કેપ્ટન્સીએ અંગે કહ્યું કે,‘મને જ્યારે તક મળે છે ત્યારે કેપ્ટન તરીકે 100 ટકા યોગદાન આપ્યું છે. હું એ નથી વિચારતો કે ક્યાં સુધી કેપ્ટન રહીશ. કેપ્ટન બનવું તમારા હાથમાં નથી.
ગુરુવારે પ્રેક્ટિસ દરમિયાન લિટન દાસ માસ્ક પહેરી ઉતર્યો હતો.
ડેલી અલાઉન્સ વગર વિન્ડીઝ પ્રવાસે ગઈ મહિલા ટીમ
ભારતીય મહિલા ટીમ ડેલી અલાઉન્સ વગર વિન્ડીઝ પ્રવાસે ગઈ છે. મહિલા ક્રિકેટના જીએમ સબા કરીમે કહ્યું કે,‘બોર્ડના નવા પદાધિકારીઓએ થોડા સમય પહેલા જ કામકાજ શરૂ કર્યું છે. ખેલાડીઓને તેમનું ડેલી અલાઉન્સ મળી જશે.’ એક પદાધિકારીએ કહ્યું કે, 18 સપ્ટેમ્બરે જ ખેલાડીઓને એલાઉન્સ આપવા અંગે માહિતી આપવામાં આવી હતી તો અત્યાર સુધી શા માટે ખેલાડીઓને અલાઉન્સ નથી આપવામાં આવ્યું.
બાંગ્લાદેશ પાસે ભારતને હરાવવાની તક: લક્ષ્મણ
ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે જણાવ્યું કે, બાંગ્લાદેશ પાસે ટી-20 સીરિઝમાં ભારતને હરાવવાની તક છે. તેણે કહ્યું કે,‘બાંગ્લાદેશની બેટિંગ લાઈન લાંબી છે. આ ઉપરાંત ઝડપી બોલર મુસ્તફિઝુર રહમાન પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. કોહલીના ના ટીમમાં ના હોવાથી મિડલ ઓર્ડરમાં અનુભવી ખેલાડી નહીં હોય. વોશિંગ્ટન સુંદર અને યુઝવેન્દ્ર ચહલ બોલિંગમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.’
શાસ્ત્રીને એનસીએમાં જવાબદારી આપીશું
બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, કોચ રવિ શાસ્ત્રીને એનસીએમાં પણ જવાબદારી આપવામાં આવશે. ગાંગુલીએ કહ્યું કે,‘અમે એક સિસ્ટમ તૈયાર કરવા માગીએ છીએ. રવિ જ્યાં સુધી કોચ છે ત્યાં સુધી તે વધુમાં વધુ સમય અહીં પસાર કરી શકે છે. તેઓ ટીમના તાકાત અને નબળાઈ અંગે જાણે છે. રાહુલ અહીં છે. અમે એક સારું સેન્ટર બનાવવા પ્રયાસ કરીશું.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2N2JAXi
via IFTTT
No comments:
Post a Comment