
આજે બંગાળના જાણીતા રાજનીતિજ્ઞ એ.બી.એ.ગનીખાન ચૌધરીનો જન્મદિવસ અને સાહિત્યકાર-સંશોધક રસિકલાલ પરીખની પુણ્યતિથિ છે. પ. બંગાળના માલ્દામાં જન્મેલા ગનીખાનનું આખુ નામ અબુબકર અતાઉર ગનીખાન ચૌધરી હતું .પણ સમર્થકોમાં બરકંડા તરીકે ઓળખાતા હતા. બંગાળના આ જુજારું નેતાએ 1957થી રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. ગનીખાન 1957થી 1980 સુધી બંગાળ વિધાનસભામાં સભ્ય રહ્યા હતા. બંગાળ મંત્રી મંડળમાં 1972થી 1977 સુધી કેબિનેટ મંત્રી પણ બન્યા હતા. 1980 પછી ગનીખાનનું કાર્યક્ષેત્ર રાષ્ટ્રીય રાજકારણ રહ્યું હતું .લગભગ આઠેક વખત તેઓ બંગાળથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ટૂંકા સમય માટે રેલવે મંત્રી પણ બન્યા ત્યારે બંગાળથી રેલવે મંત્રી બનનાર તેઓ સૌપ્રથમ હતા. કોલકતામાં મેટ્રો રેલ પ્રોજેક્ટ વગેરેમાં ગનીખાન ચૌધરીનો પુરુષાર્થ મુખ્ય હતો. પછાત માલ્દા વિસ્તારમાં શિક્ષણનો વિકાસ, ગ્રામીણ બેંકોની રચના, માળખાકીય સુવિદ્યાઓનો વિકાસ અને કુદરતી આફત વખતે રાહત કાર્યો વગેરે લોકોપયોગી કાર્યો માટે પણ તેમનું સ્મરણ થાય છે .ગનીખાન ચૌધરી પોતાના સમયમાં ઘણા ચર્ચાસ્પદ રાજકારણી રહ્યા હતા. 14 એપ્રિલ 2006ના રોજ ગનીખાન ચૌધરીનું અવસાન થયું હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WtQMiv
via
IFTTT
No comments:
Post a Comment