અમિત જેઠવા હત્યા કેસના સાક્ષી ભગવાનદાસ ધકાણને અગાઉથી પોલીસ પ્રોટેક્શન આપવામાં આવી રહ્યુ હતું. આ કેસ ચાલુ હતો તે સમયથી તેને પ્રોટેક્શન મળતુ હતું. જેની મુદત બે દિવસ પહેલા 16મી તારીખે પૂર્ણ થઇ હતી. આ કેસના સાક્ષીઓને ભલે સજા પડી ગઇ હોય પણ આમ છતાં તેઓથી પોતાને ખતરો હોવાનું જણાવી ભગવાનદાસ ધકાણે રાજ્ય સરકારમાં રજુઆત કરી પ્રોટેક્શન ચાલુ રાખવાની માંગ કરી હતી. જો કે મુદત પૂર્ણ થતા જ 16 ઓક્ટોબરથી તેમનું પ્રોટેક્શન હટાવી લેવાયુ હતું. નવાઇની વાત એ છે કે ગીર સોમનાથ જીલ્લાના અન્ય સાક્ષીઓનું પોલીસ પ્રોટેક્શન પણ 16મીએ જ પૂર્ણ થયુ હતું અને તેમણે પોતાની મુદત વધારવાની માંગ પણ કરી ન હતી છતાં તેમનું પોલીસ પ્રોટેક્શન લંબાવાયુ છે.
મને અને મારા પરિવારને જીવનું જોખમ છે : ધકાણ
આ અંગે ભગવાનદાસ ધકાણે જણાવ્યુ હતું કે મને અને મારા પરિવારને અમિત જેઠવાના હત્યારાઓથી જીવનું જોખમ છે. મે પ્રોટેક્શન રીન્યુ કરવા લેખીત માંગ કરી છતાં રીન્યુ કરાયુ નથી. મને કે મારા પરિવારને કોઇ નુકશાન થશે તો તેની જવાબદારી પોલીસની રહેશે.
ધારાસભ્ય ચુડાસમાનું પ્રોટેક્શન પણ હટાવાયુ
નવાઇની વાત એ છે કે ગૃહ વિભાગે સોમનાથના હાલના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાનું પોલીસ પ્રોટેક્શન પણ હટાવી લીધુ છે. ધારાસભ્યનું પ્રોટેક્શન હટાવાય અને જેલમાં રહેલા આરોપીને પોલીસ પ્રોટેક્શન અપાય તે નિર્ણયે આશ્ચર્ય જગાવ્યુ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MVVYXX
via IFTTT
No comments:
Post a Comment