
કેન્યાના રનર ઈલિયુડ કિપચોગેએ આ મહિને જ 2 કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂર્ણ કરી હતી. જોકે આ રેસ બાદથી જ એથ્લિટ્સના શૂઝ અંગેનો વિવાદ શરૂ થઈ ગયો છે. વાસ્તવમાં કિપચોગેએ જે શૂઝ પહેરી રનિંગ કર્યું હતું, તે નાઈકી કંપનીના વિશેષ શૂઝ છે. તેના મિડલ સોલ અન્ય હાઈ-ક્લાસ સોલ કરતા 5 મિ.મી. મોટા હોય છે. આ શૂઝ પહેરી મહિલા એથ્લિટ બ્રિગિડ કોસગેઈએ શિકાગો મેરેથોન જીતી. 13 મહિના આ પ્રકારના શૂઝ પહેર્યા બાદ 5 રેકોર્ડ બન્યા છે. હવે આ પ્રકારના શૂઝ પર પ્રતિબંધ લગાવવાની માગ થઈ રહી છે. યુનિવર્સિટી ઓફ મિશિગનના બાયોમેકેનિક્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા રિસર્ચર જ્યોફ્રી બર્ન્સે કહ્યું કે-‘પ્રોફેશન એથ્લિટના શૂઝની શોલ સામાન્ય કરતા વધુ હોય છે. પરંતુ છતાં તે 31 મિ.મી.થી વધુ ના હોવા જોઈએ, જે શૂઝ પહેરી કિપચોગે અને અન્ય રનર દોડી રહ્યાં છે તેના સોલ 36 મિ.મી. સુધીના છે. આવા શૂઝ પગ નીચે સ્પ્રિંગ જેવું કામ કરે છે. રનરના સમયમાં 4 ટકા જેટલો ઘટાડો જોવા મળે છે.’ આ પ્રકારના શૂઝ અંગે યુનિવર્સિટી ઓફ કોલોરાડો અને નાઈકી રિસર્ચ લેબે રિસર્ચ રિપોર્ટ જાહેર કરી હતી. જે અનુસાર, આ શૂઝ એથ્લિટની 20-30 ટકા એનર્જી બચે છે.
દિવ્ય ભાસ્કર સાથેના વિશેષ કરાર હેઠળ
2015 બાદથી રનર્સે વિશેષ શૂઝ પર ધ્યાન આપવાની શરૂ કરી


જૂમ એર બેગ પગને ફ્રન્ટ સપોર્ટ આપી એનર્જી બચાવે છે


કાર્બન ફાઈબર સ્પ્રિન્ગ જેવું કામ કરે છે
2015-16 સુધી મોટાભાગના ખેલાડીઓ એવું માનતા શૂઝ હળવા રહેશે તો ફાયદો થશે. નાઈકીના વેપરફ્લાઈ અને વેપરફ્લાઈ નેકસ્ટ આવ્યા બાદ શૂઝનું મહત્ત્વ બદલાઈ ગયું. જોકે એવું નથી કે મેરેથોન માત્ર શૂઝથી જીતી શકાય. 1960માં ઈથોપિયાના રનર અબેબે બિકિલાએ કોઈપણ પ્રકારના પગરખાં પહેર્યા વગર મેરેથોન જીતી હતી.
રનિંગ શૂઝ પર નિયમ બનાવવા ખેલાડીઓની માંગ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nZU4wX
via
IFTTT
No comments:
Post a Comment