
2022 સુધી તમામ 36 વિમાન ભારત આવી જશે, ત્યાં સુધી તાલીમ ચાલશે
દશેરાએ વાયુસેનામાં વિધિવદ રીતે સામેલ થનારું પહેલું રાફેલનો ‘આરબી 001’ નંબર છે. આ નંબર રાફેલ ડીલમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા હાલના એરફોર્સ ચીફ આરકેએસ ભદોરિયાને સમર્પિત કરાયો છે. પહેલું જેટ મળ્યાના એક-બે મહિનામાં વધુ 3 જેટ પણ મળી જશે. ચાર-ચારના જૂથમાં વધારાના 32 વિમાન ભારત આવી જશે. 2022 સુધી 36 રાફેલ ભારતને મળશે.
ખાસ કેમ? એડવાન્સ રડાર ગાઈડેડ મિસાઈલો દરેક ઋતુમાં કારગર
- મિટિઓર મિસાઈલ હવામાં હુમલો રોકી શકે છે. તે વિઝ્યુઅલ રેન્જની વિશ્વની સૌથી ખતરનાક મિસાઈલ છે.
- તેને એમબીડીએએ બ્રિટન, જર્મની, ઈટાલી, ફ્રાંસ અને સ્વિડનની માંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે.
- આ એડવાન્સ રડાર ગાઈડેડ મિસાઈલ છે, જેથી કોઈ ઋતુમાં દુશ્મનના વિમાનો-મિસાઈલોને ધ્વસ્ત કરે છે.
- સ્કૈલ્પ લોન્ગ રેન્જ મિસાઈલ છે, જેનાથી રાફેલને દુશ્મનના વિસ્તારમાં જરૂર નહીં પડે.
પહેલું રાફેલ ભારતમાં આવતા વર્ષે મેના અંત સુધી આવી જશે. ત્યાં સુધી 10 ભારતીય પાઇલટ ફ્રાંસમાં જ રાફેલની તાલીમ લેશે. આ માટે ભારતથી એન્જિનિયર અને 40 ટેક્નિશિયનની ટીમ ફ્રાંસ પહોંચી ગઈ છે. આ ટીમ પરત ફરીને એરફોર્સના સૈનિકોને તાલીમ આપશે. 18 રાફેલ પ.બંગાળના હાશીમારા બેઝ પર તહેનાત થશે. તે ચીનને અને અંબાલાથી પાકિસ્તાનને જવાબ આપવા તૈયાર રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nmPjNI
via IFTTT
No comments:
Post a Comment