ક્ષત્રિય રાજપૂત યુવા સંઘ દ્વારા શસ્ત્રપૂજન કરાયું - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 8, 2019

ક્ષત્રિય રાજપૂત યુવા સંઘ દ્વારા શસ્ત્રપૂજન કરાયું

બોટાદ તાલુકા શ્રી ક્ષત્રિય રાજપૂત યુવા સંઘ દ્વારા વિજયાદશમી પર્વ નિમિત્તે બોટાદ શહેર, બોટાદ, રાણપુર અને ગઢડા, તાલુકા ના ક્ષત્રિય રાજપૂત સમાજના લોકોની ભવ્ય બાઇક રેલી અને શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો

આ કાર્યક્રમની શરુઆત સવારે ત્રણેય તાલુકા અને શહેર માંથી ક્ષત્રિય સમાજના લોકોએ કેસરિયા સાફા બાંધી શાંતિવન સોસાયટીના કોમન પ્લોટમાંથી આયોજનબદ્ધ રીતે ભવ્ય બાઇક રેલીએ પ્રસ્થાન કરવામા આવી હતી . આ રેલી મા ભવાની ના રથ સાથે ત્યાંથી આગળ વધતા માં ભવાનીના રથનું સમાજની બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ આ રેલી વિષ્ણુ પ્રેસ સોસાયટી, એમ.ડી.સ્કૂલ, એસ.ટી. બસસ્ટેન્ડ, હવેલીચોક, ટાવરરોડ, દિનદયાળ ચોક, નાગલપર દરવાજા થઈ શીવનગર સમસ્ત રાજપૂત સમાજની વાડી ખાતે પહોચી હતી. આ રથનું શુભમ કોમ્પ્લેક્સ પાસે ક્ષત્રિય કાઠી સમાજના લોકો અને બોટાદ જીલ્લા તલાટી મંડળના પ્રમુખ રતનસિંહ જાદવ’ બોટાદ શહેર ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

રાજપૂત સમાજની વાડી ખાતે શાસ્ત્રોક બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી શાસ્ત્ર, શસ્ત્ર, અને હેલ્મેટનુ પૂજન કરાવવામાં આવ્યું હતુ. અને મા ભવાનીની આરાધના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ક્ષત્રિય રાજપૂત સમાજના હજારો યુવાનો જોડાયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Barvala News - kshatriya rajput yuva sangha 060143


from Divya Bhaskar https://ift.tt/2LY7va1
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here