
ચક્રવાત, સમુદ્રી વાવાઝોડાના સમયની આગોતરી માહિતી મળશે
નાસાના એડમિનિસ્ટેશન જિમ બ્રેડેન્સ્ટાઈને ટ્વિટ કરી કહ્યું આ મિશન ભવિષ્યમાં અંતરિક્ષ યાત્રીઓને બહુ મદદરૂપ થશે. નાસાના હિલિયોફિઝિક્સ વિભાગના ડાયરેક્ટર નિકોલ ફોક્સે કહ્યું કે આ સંરક્ષિત પડ આપણા વાતાવરણનો ઉપરનો હિસ્સો છે જે અંતરિક્ષની સાથે લાગતી આપણી સરહદ છે. આ ક્ષેત્રમાં સૂર્યને કારણે અનેક ઘટના થાય છે. ચક્રવાત, સમુદ્રી તોફાન તેમાંની જ છે જે અંગે સેટેલાઈટ દ્વારા હવે તેના સમયની ઘટના પહેલા માહિતી મેળવવામાં મદદ મળશે.
આયન મંડળને સમજવામાં વિજ્ઞાનીઓને મદદ મળશે
આયન મંડળમાં મોજુદ ઇલેક્ટ્રોનના કણ રેડિયો તરંગોને પરત જમીન પર મોકલે છે જેને કારણે રેડિયોના માધ્યમથી કોમ્યુનિકેશન કરી શકે છે. જો કે ઇલેક્ટ્રોનના સ્તરમાં ઉતાર-ચઢાવ રેડિયો સંચારને ઠપ કરી શકે છે. જીપીએસની ચોક્કસાઈને ઓછી કરે છે. ઉપગ્રહોને નુકસાન પહોંચાડી શકે છે અને પાવરગ્રીડને પણ નુકસાન થઈ શકે છે. પરંતુ આઈકન સેટેલાઈટથી મળનાર ડેટા વિજ્ઞાનીઓને રહસ્યમય આયન મંડળ અંગે વધુ સમય કેળવવામાં મદદરૂપ નીવડશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2B1f8Gq
via IFTTT
No comments:
Post a Comment