બરવાળા નગરપાલિકામાં ફરજ બજાવતાં રોજમદાર સફાઈ કામદારો દ્વારા વર્ષોથી કામ કરતા રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરવા, સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર લઘુતમ વેતન આપવા જેવી જુદી જુદી પડતર માંગણીઓને લઈને સફાઈ કામદારો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને વાંરવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. છતાં સફાઈ કામદારોના પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવતા સફાઈ કામદારો સોમવારના રોજ સવારના 9.30 કલાકે પાલિકા કચેરી ગ્રાઉન્ડ પાસે 38 રોજમદાર સફાઈ કામદારો એક દિવસ પ્રતિક ધરણા કાર્યક્રમ યોજી હડતાળ ઉપર બેસી સફાઈ કામગીરીથી અળગા રહ્યા હતા. આ રોજમદાર સફાઈ કામદારોની માંગણીઓનું નિરાકરણ કરવામાં નહિ આવે તો તા. 15/10/2019 થી જ્યાં સુધી પ્રશ્નોનું નિકાલ ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી સફાઈ કામદારો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
સફાઇ કામદાર પ્રદીપભાઇ શંકરભાઇ ગળિયેલે જણાવ્યું હતું કે, બરવાળા નગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરવા તેમજ સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ લઘુતમ વેતન આપવા વિશે અગાઉ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જે અંર્તગત ન.પા.દ્વારા તા27/7/18 ના રોજ કામદારોના પ્રશ્નોના નિકાલ કરવા અંગે બાહેધરી આપવામાં આવી હતી. તેમ છતાં આજદીન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અમો રોજમદાર સફાઈ કામદારો ઉપવાસ ઉપર બેઠા છીએ. જયાં સુધી નિરાકરણ ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33ujYYS
via IFTTT
No comments:
Post a Comment