
જે પ્રોજેક્ટ્સની ડેડલાઇન નક્કી હોય છે તેને સરળતાથી પ્રાથમિકતા આપી શકાય છે કેમ કે કેમ કે તમને ખબર હોય છે કે આખર તારીખ કઇ છે પણ જો કોઈ પ્રોજેક્ટની ડેડલાઇન નથી તો ખુદને કેવી રીતે પ્રેરિત કરશો? આવી સ્થિતિમાં તમે જાતે જ ડેડલાઇન નક્કી કરી શકો છો. જે દિવસે તમે કામ ખતમ કરવા માગો છો તે તારીખને ડેડલાઇન માની લો. તમે ઈચ્છો તો અઠવાડિયામાં દરરોજ તેના માટે અલગથી થોડો સમય કાડી લો. તમે કોઈને પોતાની ડેડલાઇન જણાવી શકો છો અને તેને નિયમિત રૂપે અપડેટ કરી શકો છો. વધારે પ્રેરણા માટે ખુદને પ્રોત્સાહિત કરતા રહો. જેવી રીતે એ નક્કી કરો છો કે સવારે પ્રોજેક્ટ પર કામ કર્યા બાદ શાનદાર લંચ કરીશું કાં જ્યાં સુધી પ્રોજેક્ટનો એક ભાગ પૂરો ન થાય ત્યાં સુધી પોતાની મનપસંદ કોપી શોપથી જ કામ કરીશું. જો આ બધું તમને પ્રોત્સાહિત ના કરે તો પેનલ્ટી આપી શકો છો. ખુદને ચેતવણી આપો કે જો તમે આ કામ નક્કી સમયે પૂરું નહીં કરો તો રાત્રે પોતાની મનપસંદ ફિલ્મ કે ટીવી શો નહીં જુઓ. (હાઉ ટૂ મોટિવેટ યોરસેલ્ફ ઈફ યૂ ડોન્ટ હેવ એ ડેડલાઇન, એલિઝાબેથ ગ્રેસ સોન્ડર્સ)
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MArjzh
via
IFTTT
No comments:
Post a Comment