
કોંગ્રેસના સંકટમોચક ગણાતા અભિષેક મનુ સિંઘવીથી પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધી નારાજ થઇ ગયાં છે. કારણ કે સિંઘવીએ ટિ્વટમાં ભાજપના નાયકોમાં સામેલ વિનાયક સાવરકરની પ્રશંસા કરી હતી. સિંઘવીની ટિ્વટ સોમવારે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચાલી રહેલા મતદાન દરમિયાન જ આવતા કોંગ્રેસ મોવડીમંડળ વધારે ખફા છે. સોનિયા ગાંધી ટિ્વટના ટાઇમિંગ અને તેના સાર અંગે નારાજ છે. તેમણે પોતાના એક વિશ્વાસુ દ્વ્રારા સિંઘવીને ફોન કરી સ્પષ્ટતા માગી છે. વિધાનસભા ચૂંટણીના મતદાનના દિવસે વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી દ્વ્રારા કરાયેલી અા ટિ્વટ અનેક સંદેશા લઇને આવી અને કોંગ્રેસની છાવણીમાં હલચલ મચાવી દીધી. સાંજ થતા જ્યારે એક્ઝિટ પોલે બંને રાજ્યોમાં બમ્પર બહુમતીથી ભાજપની સરકાર બનાવી દીધી તો કોંગ્રેસ કેમ્પમાં આ ટિ્વટની વધુ ચર્ચા થવા લાગી. ...અનુસંધાન પાના નં. 9
ટિ્વટમાં શું હતું?
કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ ટિ્વટમાં વી.ડી. સાવરકરની પ્રશંસા કરી હતી અને લખ્યું હતું કે હું વ્યક્તિગત રીતે સાવરકરની વિચારધારાનું સમર્થન કરતો નથી. પરંતુ એ તથ્ય પણ નકારતો નથી કે તે એક પરિપૂર્ણ વ્યક્તિ હતા જેમણે આપણા સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Jc9S7q
via
IFTTT
No comments:
Post a Comment