પોરબંદરનાં ભોમિયાવદર ગામે રહેતા અાંગણવાડી વર્કર બહેનને નવમો મહિનો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 14, 2019

પોરબંદરનાં ભોમિયાવદર ગામે રહેતા અાંગણવાડી વર્કર બહેનને નવમો મહિનો


પોરબંદરનાં ભોમિયાવદર ગામે રહેતા અાંગણવાડી વર્કર બહેનને નવમો મહિનો ચાલતો હોવા છતાં પણ મોબાઇલ તાલિમ માટે ફરજ પડાઇ હતી. ભોમિયાવદરથી મજીવાણા 13 કિમી રિક્ષા મારફત અવર-જવર કરતા હતા. જેનાં કારણે ગર્ભમાં રહેતું બાળકન મુશ્કેલી પડી હતી. અને મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટનાનાં 18 દિવસ બાદ ભોગ બનનાર માતા અને અન્ય બહેનોએ જિલ્લા પંચાયતે દોડી જઇ યોગ્ય કરવા રજૂઆત કરી હતી.

પ્રસૂતાની ડિલવરી વખતે માતાનો જીવ તેમજ બાળકનો જીવ બચે તે માટે સરકાર પ્રયત્નો કરી રહી છે અને અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી રહી છે, તેમજ પ્રસૂતાને પૂરતો આહાર મળી રહે તે માટે પણ સરકાર દ્રારા પોષણયુકત કીટનું દર માસે વિતરણ કરવામાં આવે છે અને કુપોષિત બાળકો પોષણક્ષમ બને તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. કર્મચારી પ્રસૂતાને નવમાં મહિને રજા પણ આપવામાં આવે છે. ત્યારે પોરબંદર જીલ્લામાં પ્રસૂતા આંગણવાડી વર્કરને તાલીમ લેવા આવવા માટે મહિલા સુપરવાઇઝરે ફરજીયાત આવવાનું દબાણ કર્યુ હતુ જેથી પ્રસૂતાનું બાળક મૃત જન્મતા, ભારે ચકચાર જાગી છે. પોરબંદર તાલુકાના ભોમીયાવદર ગામે રહેતા શાંતિબેન રણમલભાઇ ઓડેદરા નામની પરણિતા આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતી હતી. આ પ્રસૂતાને નવમો મહિનો ચાલતો હતો. ગુજરાત સરકારે આંગણવાડી વર્કરોને મોબાઇલ આપ્યા હતા અને મોબાઇલમાં જ 11 રજીસ્ટરો અને દફતરી કામ કરવાનું હોવાથી મોબાઇલ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તા.24-09 થી તા.26-09 સુધીની તાલીમ માટે આંગણવાડીના સુપરવાઇઝર પ્રભાબેન સોંદરવાએ શાંતિબેનને તાલીમમાં આવવા જણાવ્યુ હતુ, જેથી પ્રસૂતાએ સુપરવાઇઝરને ફોન કરીને કહયુ હતુ કે મારાથી અવાઇ એમ નથી, મારે રજા જોઇએ છીએ, પરંતુ સુપરવાઇઝરે કહયુ હતુ કે તાલીમ ફરજીયાત છે લેવી જ પડશે, જેથી પ્રસૂતાબેન તાલીમ લેવા માટે મજીવાણા પ્રાથમિક શાળા ખાતે જતા હતા. બે દિવસની તાલીમ બાદ ત્રીજા દિવસે તાલીમ લઇને પરત ફરતા હતા તે દરમ્યાન પ્રસૂતાને દુ:ખાવો ચાલુ થયો હતો અને ઘરેથી સીમર આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રસૂતાને લઇ જવાયા હતા, અને ત્યાં ડિલવરી કરવી પડી હતી પરંતુ તાલીમનો થાક અને અવર જવરમાં થડકા લાગતા મૃત બાળકનો જન્મ થયો હતો. આ ઘટનાને છાવરવા પ્રયત્નો હાથ ધરાયા હતા અને પ્રોગ્રામ ઓફિસર સુધી આ ઘટનાના 18 દિવસ સુધી અણસાર આવવા દીધા ન હતા, જેથી શાંતિબેન સહિતની અનેક મહિલાઓ જીલ્લા પંચાયત ખાતે રજૂઆતો કરવા પહોંચી ગયા હતા અને આ બનાવની જાણ પ્રોગ્રામ ઓફિસરને થતા તેઓ પણ ચોંકી ઉઠયા હતા. આ ઘટના બાદ તંત્રએ પણ તપાસ શરૂ કરી છે. જોકે, ઘટના બન્યાનાં 18 દિવસ બાદ આજે મહિલાઓ જિલ્લા પંચાયત કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2BeJANa
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here