
માન્ય પ્રકારે લોકો વિચારે છે કે , જો તે કોઇ પાવર સેન્ટરની નજીક છે તો નિયમ તોડવા પર તેમને સજા નહીં થાય. પણ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના કલેક્ટરની ઓફિસમાં ચા આપનાર કોન્ટ્રાક્ટરને અનુભવ થયો કે કાયમ એવું નથી થતું.ગત સોમવારે બીડના IAS ઓફિસર આસ્તિક કુમાર પાંડેએ પોતાની ઓફિસમાં સિંગલ-યૂઝ પ્લાસ્ટિકના કપમાં ચા આપનાર કોન્ટ્રાક્ટરને રૂ. 5000 નો દંડ કર્યો કારણ કે આવા કપના ઉપયોગ પર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ છે. બીજા દિવસે મીડિયામાં આ ઘટનાની હેડલાઇન હતી- ‘ઓફિસમાં પ્લાસ્ટિક કપનો ઉપયોગ કરવા પર કલેક્ટરે પોતાને 5000 રૂપિયાનો દંડ કર્યો. સોમવારના દિવસે જ , બેંગ્લુરુમાં જ્યાં મનાય છે કે દેશના સૌથી ભણેલા-ગણેલા લોકો વસે છે, ટ્રાફિક પોલીસે 19 યુવાનો વિરુદ્ધ પોતાના જ શહેરના પોલીસકર્મીઓની સાથે અભદ્ર વર્તન કરવાની ફરિયાદ કરી. .અભદ્ર વ્યવહારના લીધે તેમની ઉપર ટ્રાફિક નિયમના ભંગના દંડ સાથે રૂ.100નો વધુ દંડ કરાયો. કેટલાક મોટરસાયકલ સવાર એટલે પણ વધુ ગુસ્સે થયા કારણ કે તેમને ખબર ન હતી કે ભારતીય મોટર વાહન નિયમ 2019 અંતર્ગત પોલીસકર્મીની સાથે અભદ્ર વર્તન કરવાથી પણ દંડ થાય છે. અા ઘટનાએ મને ગત સપ્તાહ લેખક જોનાથન આલ્ડ્રેડના પુસ્તક ‘લાયસન્સ ટૂ બી બેડ-હાઉ ઇકોનોમિક્સ કરપ્ટેડ અસ’માં લખાયેલી એક ખાસ વાત યાદ આવી. જે ભૂલોને આપણે ગણવા જેવી નથી સમજતા, જો તેને જોડી દેવાય તો થનારુ નુકસાન ખૂબ મોટુ હશે. અલ્ડ્રેડ પોતાની વાતને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપતા કહે છે સમયની સાથે જ્યારે પણ કોઇ વ્યક્તિના વાળ ધીરે ધીરે ખરવા લાગે છે ત્યારે એક વાળના ખરે તેને ત્યાં સુધી ફરક નથી પડતો જ્યાં સુધી તેના માથામાં તાલ નથી પડતી.તો પછી બધુ જોવા છતાં પણ તેને તાલ કેમ પડે છે? જવાબ શોધશો તો સમજશો કે સમાજમાં ભલે કોઇ એક વ્યક્તિના યોગદાનથી બહુ ફેર ન પડે, પણ ઘણા બધાના સહકારથી તેનું યોગદાન મહત્વપૂર્ણ પરિવર્તન લાવી શકે છે. હવે ઉપરની બન્ને ઘટનાઓની સરખામણી કરીએ.પ્રથમ ઘટનામાં IAS ઓફિસરે કોન્ટ્રાક્ટરને દંડ લગાવીને બધાની વચ્ચે એક કડક સંદેશ આપે છે.બીજી ઘટના જોઇએ તો તેમાં નિયમ તોડવા છતાં 19 શિક્ષિત યુવાઓને દંડ ફટકારતા તે પોલીસ સાથે ગેરવર્તણૂંક કરતા નજરે પડે છે.વાત માત્ર નિયમની નથી,આ તો એક નાની ભૂલ છે જે લગભગ આપણા બધાની સિસ્ટમમાં છે, જે સમાજને બોદો બનાવી રહ્યો છે.આ માટે ફિલ્મ ફરારી કી સવારીમાં શરમન જોશીના પાત્રને યાદ કરવા જેવો છે. જે એક આરટીઓ કર્મી હોવા છતાં , ટ્રાફિક કોન્સટેબલ પાસે આજીજી કરતા કહે છે કે મેં સિગ્નલ તોડ્યું છે, તમે દંડ લો. પોલીસકર્મી તેના બચાવમાં તર્ક આપતા કહે છે કે તમને સિગ્નલ તોડતા કોણે જોયા છે. શરમન કહે છે પાછળની સીટ પર બેસેલા મારા પુત્રે મને સિગ્નલ તોડતા જોયો છે.
ફંડા એ છે કે નાની અમથી ભૂલને જ્યારે કોઇ બહાનુ બતાવીને નજરઅંદાજ કરાય તો એક દિવસ તાલ જેવી સ્થિતિ ઊભી થતી હોય છે, જેમાં એક અસભ્ય અને બિનજવાબદાર સમાજ નજરે પડે છે. તમારે શું અપનાવું છે તે તમારા પર નિર્ભર છે.
સા
એન. રઘુરામન
મેનેજમેન્ટ ગુરુ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2IHE49Y
via
IFTTT
No comments:
Post a Comment