ભારતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટોસ જીતીને બેટિંગ લીધી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 1, 2019

ભારતે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટોસ જીતીને બેટિંગ લીધી

સ્પોર્ટ્સ ડેસ્ક:ભારતે 4ઓવરના અંતે વિના વિકેટ ગુમાવીને 9રન કર્યા છે. રોહિત શર્મા 4 રનેઅને મયંક અગ્રવાલ 5 રને રમી રહ્યા છે.

ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી

ભારતીયકપ્તાન વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વિશખાપટ્ટનમ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે.બંને ટીમ વાઇએસઆર એસએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પહેલી વાર એકબીજા સામે રમી રહી છે. 2016માં ભારતે આ ગ્રાઉન્ડ ઉપર ઇંગ્લેન્ડને 246 રને હરાવ્યું હતું. બંને ટીમ ભારતમાં 2015 પછી એકબીજા સામે રમી રહી છે, છેલ્લી ટેસ્ટમાં દિલ્હી ખાતે ભારતે 337 રનેમેચ જીતી હતી.

ભારતની પ્લેઈંગ 11: વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે (ઉપક્પ્તાન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રિદ્ધીમાન સાહા (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી

દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ 11: એડન માર્કરામ, ડીન એલ્ગર, થ્યુનિસ દ બ્રુયિન, ટેમ્બા બાવુમા, ફાફ ડુ પ્લેસિસ(કપ્તાન), ક્વિન્ટન દ કોક (વિકેટકીપર), વર્નોનફિલેન્ડર, સેનુરન મુથુસામી, કેશવ મહારાજ, ડેન પિડ્ટઅને કગીસોરબાડા

  • દક્ષિણ આફ્રિકા એશિયામાં સતત આઠમી ટેસ્ટમાં ટોસહાર્યું છે.

વિરાટ કોહલીનો ટોસ જીતીને રેકોર્ડ:

  • ટેસ્ટ 22*
  • જીત 18
  • હાર 0
  • ડ્રો 3

રોહિતે શરૂઆતની બે ટેસ્ટમાં બે સદી ફટકારી હતી
રોહિત આજે પ્રથમ વાર ટેસ્ટમાં ઓપનિંગ કરશે. તેણે27 ટેસ્ટની 47 ઇનિંગ્સમાં 39.62ની એવરેજથી 1585 રન કર્યા છે. તેમાં 3 સદી અને 10 ફિફટીનો સમાવેશ થાય છે. 2013માં વિન્ડીઝ વિરુદ્ધ કોલકાતા ખાતે તેણે ડેબ્યુ કર્યું હતું. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 177 રન માર્યા હતા. બીજી ટેસ્ટમાં મુંબઈ ખાતે 111 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. તે પછી ત્રીજી સદી ફટકારતા તેને ચાર વર્ષ થયા હતા. નાગપુરમાં શ્રીલંકા વિરુદ્ધ તેણે અણનમ 102 રન કર્યા હતા. તે પછીની પાંચ ટેસ્ટમાં તેણે એકપણ સદી મારી નથી.

કોહલીએ દક્ષિણ આફ્રિકા સામે 9 ટેસ્ટની 16 ઇનિંગ્સમાં 47.37ની એવરેજથી 758 રન કર્યા છે. તેણે 2 સદી અને 3 ફિફટી મારી છે. તે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 1 હજાર રનથી 242 રન દૂર છે. તે આ સીરિઝમાં એટલા રન કરે તો સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વિરેન્દ્ર સહેવાગ પછી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 1 હજાર રન પૂરા કરનાર ચોથો ભારતીય બેટ્સમેન બની જશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
India South Africa First Test, day one Live Updates
ગાંધી-મંડેલા ટ્રોફી.


from Divya Bhaskar https://ift.tt/2oiARq9
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here