દિવાળીમાં સૌ કોઈ લાખો રૂપિયાના ફટાકડા ફોડી નાખતા હોય છે અને નવા વસ્ત્રોની ખરીદી માટે મસમોટાં ખર્ચ કરે છે. ત્યારે રાજકોટના માનવ કલ્યાણ મંડળે માનવતાનો અભિગમ અપનાવીને ગરીબો સાથે દીપાવલી પર્વની ઉજવણી કરી હતી. રાજકોટના 3 હજાર ઉદ્યોગપતિ અને વેપારીઓએ દિવાળીમાં ફટાકડા ન ફોડ્યા. આ રકમ ગરીબો માટે વાપરી હતી. ગરીબોને અનાજ ,મીઠાઈ ભેટ આપી તેના મોઢા પર ખુશીઓ લાવી હતી.
માનવ કલ્યાણ મંડળમાં 3 હજારથી વધુ સભ્યો છે.જે અલગ અલગ વ્યવાસય સાથે સંકળાયેલા છે.પોતાના વ્યસ્ત શિડ્યૂઅલ વચ્ચે પણ આ તમામ લોકો સમાજ સેવા માટે સમય કાઢે છે. છેલ્લા 22 વરસથી આ લોકો આ પ્રકારની કામગીરી કરે છે.વધુમાં આ ગ્રૂપના તમામ સભ્યો પોતાના જન્મદિવસની ઉજવણી પાશ્ચાત્ય રીતે કરવાને બદલે ગરીબો સાથે ઉજવે છે. મંડળના સભ્યો અને તેના પરિવારજનોના જન્મ દિવસ નિમિત્તે ગરીબોને ભોજન જમાડે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3490mKd
via IFTTT
No comments:
Post a Comment