
નવી દિલ્હી: કેનેડામાં તાજેતરમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં કિંગ મેકર તરીકે ઉભરેલા ન્યૂ ડેમોક્રેટ પાર્ટી (NDP) ના નેતા એવા ભારતીય મૂળના શીખ જગમીત સિંહ ટેરર ફંડિંગ મામલે ભારતીય જાસૂસી એજન્સીઓના રડારમાં છે. ભારતીય જાસૂસી એજન્સીઓએ તૈયાર કરેલ રિપોર્ટ અનુસાર જગમીત સિંહ કેનેડાથી ખાલિસ્તાની નેતાઓ તથા ભારત વિરોધીઓને છાવરી રહ્યા છે તથા તેમને આર્થિક મદદ કરી રહ્યા છે. જગમીત સિંહ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવા પર પાકિસ્તાનીઓનું સમર્થન
કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જગમીત સિંહનો જન્મ કેનેડામાં થયો હતો. તેમના માતા-પિતા ભારતીય મૂળના શીખ દંપતી હતા અને તેઓ કેનેડામાં સ્થાયી થયાહતા.
ભીંડરાવાલાને શહીદ ગણાવી ચુક્યા છે જગમીત સિંહ
કેનેડાની ન્યૂ ડેમોક્રેટ પાર્ટીના નેતા જગમીત સિંહ પર ભારતની જાસૂસી એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) વર્ષ 2012થી નજર રાખી રહી છે અને તેના રિપોર્ટના આધારે 2013માં જગમીત સિંહને ભારતના વિઝા આપવામાં આવ્યા ન હતા. વર્ષ 2011થી રાજકીય કારકિર્દી શરૂ કરનાર જગમીત સિંહ પોતાની પ્રથમ ચૂંટણી હારી ગયા હતા. 2015માં તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને 2017માં પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા. જગમીત સિંહ સાન ફ્રાન્સિસ્કોમાં આયોજીત
પ્રો-ખાલિસ્તાની રેલીઓમાં સામેલ થઇ ચુક્યા છે અને પંજાબમાં ઓપરેશન બ્લૂ સ્ટારમાં માર્યા ગયેલા જરનેલસિંહ ભીંડરાવાલાને શહીદ ગણાવી ચુક્યા છે. જેના કારણે તેમનો ભારતમાં વિરોધ પણ થયો હતો. 2015ની ચૂંટણીઓમાં તેમની પાર્ટીને 44 બેઠકો મળી હતી. જો કે આ વખતે 24 બેઠક જ મળી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/346TyNh
via IFTTT
No comments:
Post a Comment