મને ખબર નથી પડતી કે, કોંગ્રેસ શસ્ત્ર પૂજાનો વિરોધ કેમ કરે છે?: અમિત શાહ
ભાજપ અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્ર પછી બુધવારે કૈથલમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ કહે કે તેઓ કલમ 370 હટાવી તેનો વિરોધ કરે છે કે તરફેણ? ‘અબ કી બાર, 75 પાર’નો હું નારો આપું છું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ફ્રાંસમાં કાલે રાફેલનું શસ્ત્ર પૂજન કર્યું. કોંગ્રેસને તે પસંદ ના પડ્યું. શું વિજયાદશમીએ શસ્ત્ર પૂજન નથી કરાતું? મને ખબર નથી પડતી કે, કોંગ્રેસ શસ્ત્ર પૂજાનો વિરોધ કેમ કરે છે? હું દેશના વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીને શુભેચ્છા આપું છું કે, તેમણે રાફેલને આપણી વાયુસેનામાં સામેલ કરીને, દેશની સુરક્ષા મજબૂત કરી છે. નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિત પછી વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ રાફેલ ખરીદી માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો ફ્રાંસ પ્રવાસ તેમજ ત્યાં કરેલી શસ્ત્રપૂજાને તમાશો ગણાવ્યો હતો.
વિપક્ષ પાસે કોઈ દિશા નથી
અમિત શાહે કહ્યું કે હાલ ચૂંટણી શરૂ જ થઈ છે અને વિરોધીઓને ખબર પણ પડી રહી નથી કે ચૂંટણીની શરૂઆત પૂર્વથી કરે કે પશ્ચિમથી કરે, ઉત્તરથી કરે કે પછી દક્ષિણથી કરે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- રાફેલની પૂજા કરવી તમાશો
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ સંરક્ષણ મંત્રીના ફ્રાંસ પ્રવાસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આ રીતે તમાશો કરવાની કોઈ જરૂર ન હતી. જ્યારે અમે બોફોર્સ જેવા હથિયાર ખરીદ્યા ત્યારે દેખાડો કરવાના ઈરાદે કોઈ ત્યાં નહોતું ગયું. જોકે, રાફેલ પર ઓમ લખવું અને પૂજા કરવી યોગ્ય છે કે અયોગ્ય, તેનો નિર્ણય એરફોર્સ અધિકારીઓએ કરવાનો છે.
કોંગ્રેસ-એનસીપી વિલય મુદ્દે પવારે કહ્યું- હું વડો છું
કોંગ્રેસ અને એનસીપીના વિલયના અહેવાલ શરદ પવારે નકારી દીધા છે. એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે, શિંદે તેમના પક્ષ વિશે બોલી શકે છે, મારી પાર્ટીનો વડો હું છું અને એ વિશે હું જ વધારે જાણું છું. હકીકતમાં શિંદેએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને એનસીપી બંને સરખા છે અને બંને એક જ વૃક્ષ નીચે મોટા થયા છે.
સોનાલીનું વિવાદાસ્પદ નિવેદન
હરિયાણાના આદમપુરથી ભાજપ ઉમેદવાર સોનાલી ફોગાટે એક સભામાં લોકોને ‘ભારત માતા કી જય’ બોલવાનું કહ્યું હતું. જ્યારે કેટલાક લોકોએ એવું ના કર્યું તો તેમણે લોકોને ઉશ્કેરાઈને પૂછ્યું કે, પાકિસ્તાનથી આવ્યા છો કે શું?
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2orQP1u
via IFTTT
No comments:
Post a Comment