
વેરાવળ | વાવાઝોડાની અસર કોડિનાર મૂળ દ્વારકાથી કોટડા સુધી દરિયામાં કરંટ જોવા મળ્યો છે. દિવાળી ટાણે જ દરિયો ગાંડો થતાં લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતાં. મૂળ દ્વારકાથી છેક કોટડા સુધીનાં દરિયામાં ગઇરાતથી કરંટ જોવા મળ્યો છે. માછીમારી કરતા સાગરખેડુ કાંઠે બોટો લાંગરી દરિયો શાંત થવાની રાહ જોઈ રહ્યા છે. માઢવાડમાં દરિયાના પાણી ગામમાં ઘૂસી ગયા હોઇ તેના કારણે એક મકાનની દિવાલ ધરાશાયી થઇ ગઇ છે. હજુ હાલ પણ દરિયો તોફાની હોય હજુ વધુ દિવાલો પડવાની ભીતિ સેવાઈ રહી છે. વરસોથી માઢવાડ દરિયા ફરતે સુરક્ષા દિવાલની માગણી ગ્રામજનો કરતા આવે છે. પરંતુ સુરક્ષા દિવાલ બાંધી હોત તો આટલી નુકસાન સહન કરવાનો વારો ન આવ્યો હોત.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/362TOyB
via
IFTTT
No comments:
Post a Comment