દશેરાના દિવસે વાહનોની ડિલિવરી લેવી એ લોકો શુભ માને - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 8, 2019

દશેરાના દિવસે વાહનોની ડિલિવરી લેવી એ લોકો શુભ માને


દશેરાના દિવસે વાહનોની ડિલિવરી લેવી એ લોકો શુભ માને છે તેથી દશેરાએ ઘણા વાહનોની ખરીદી થાય છે. આ વર્ષે રાજકોટમાં 1000 જેટલી કાર અને 2000 જેટલા ટુ વ્હિલર વેચાયા છે જે માર્કેટમાં તેજીનો સંકેત આપે છે.

સિદ્ધિ વિનાયક ગ્રૂપના મયૂર ઝાલાએ જણાવ્યું છે કે, વરસાદ હોવાથી બજાર સારી રહી હતી એડવાન્સ બુકિંગ ઉપરાંત લોકો ખરીદી માટે પહોંચી ગયા હતા. ડીઝલ કરતા પેટ્રોલ કારની ડિમાન્ડ વધુ રહી હતી. અંદાજે શહેરમાં 1000થી વધુ કાર વેચાઈ હશે જ્યારે ટુ વ્હિલર તેનાથી બે ગણા વેચાય છે. અતુલ ગ્રૂપના જયદીપ જાડેજાએ કહ્યું હતું કે, દશેરાએ કાર માર્કેટમાં સારો ઉપાડ રહ્યો છે જે તેજીના સંકેત આપી રહ્યા છે. આ વર્ષે વરસાદ સારો પડ્યો છે તેમજ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થયો છે જેને કારણે દિવાળી આવતા તેજી જોવા મળશે અને ત્યારે દશેરા કરતા પણ વધુ વાહનોની ખરીદી થશે. જોકે ડીલરોએ એ પણ જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે નવરાત્રીમાં વેચાણ ઘટ્યું છે પણ ધાર્યા કરતા સારું વેચાણ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2OzKRX5
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here