
- એકતા કપૂર
સન્માનિત અનુભવ કરે છે...
આઇસીસી ટી20 વર્લ્ડ કપ 2020 ટ્રોફીનું ઉદઘાટન કરશે કરીના
‘બાબા આપ બહુત ચીપ હો ઔર યે બહુત મહંગા’
- અર્જુન કપૂર
કરીના કપૂર આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં થનારી આઇસીસી મહિલા અને પુરુષ ટી20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટની ટ્રોફીનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે કરીનાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું, ‘આ ઇવેન્ટનો ભાગ બનીને હું ખૂબ જ સન્માનિત અનુભવી રહી છું. હું એ તમામ મહિલાઓનો ઉત્સાહ વધારવા ઈચ્છું છું જે પોતાના દેશ માટે રમી રહી છે. તેમને આવા આંતરરાષ્ટ્રીય મંચ પર જોવી સશક્તિકરણનો અહેસાસ કરાવે છે.’ ઉલ્લેખનીય છે કે કરીના દિવંગત ભારતીય ક્રિકેટર અને પૂર્વ કપ્તાન મંસૂર અલી ખાન પટૌદીની વહુ છે. આ પ્રસંગે તેણે તેમના વિશે કહ્યું કે મારા દિવંગત સસરા ભારતના મહાન ક્રિકેટર્સમાંથી એક હતા એટલે પણ આ ટ્રોફીનું ઉદઘાટન કરવું મારા માટે સન્માનની વાત છે.’
‘ઇસ ફોટો મેં જો એક્સપ્રેશન્સ હૈ ઉસે દેખ જો આપકો બુલાયેગા, ઉસમે વાકઇ ગટ્સ હોંગે.’
- અનુપમ ખેર
રણવીર સિંહે પોતાની અપકમિંગ ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં તેણે પોતાની એક તસવીર શેર કરતા લખ્યું, ‘લગ્ન સીઝનની શરૂઆત થઈ ગઈ છે. મનોરંજન કરનારા ભાડા પર છે. ઇવેન્ટ્સ, લગ્ન, બર્થડે પાર્ટી અને મુંડન માટે અવેલેબલ છું.’ તેની આ તસવીર પર પત્ની દીપિકા પાદુકોણે પણ મજેદાર કમેન્ટ કરતા લખ્યું, ‘બુકિંગ માટે દીપિકા પાદુકોણનો સંપર્ક કરો.’
‘કિસી કી શાદી હો મેં નાચૂંગા, કિસી કા મુંડન હો મેં નાચૂંગા, કિસી કા બચ્ચા હુઆ મેં નાચૂંગા.’
- જતિન
સંગીતકારો અને મ્યુઝિશિયન્સને વિશાલ દદલાનીએ કહ્યું...
‘અમારી પરમિશન વિના અમારા ગીત રીમિક્સ કર્યા તો કેસ કરી દઇશ’
‘ભૂલ ભુલૈયા 2’માં ઓરિજિનલ ફિલ્મથી બે ગીત થશે રિક્રિએટ
હોરર કોમેડી...
કાર્તિક આર્યન અને કિઆરા આડવાણી અત્યારે ‘ભૂલ ભુલૈયા 2’ના શૂટિંગમાં જોડાયેલા છે. એક રિપોર્ટ મુજબ તો આ ફિલ્મમાં ફર્સ્ટ પાર્ટથી બે હિટ ગીત રિક્રિએટ કરવામાં આવશે. આવતા 3 મહિનાના શેડ્યૂલ દરમિયાન ઓરિજિનલ ફિલ્મથી ‘હરે રામ હરે રામ’ અને ‘આમી જે તોમાર’ ગીત રિક્રિએટ થઈને શૂટ કરવામાં આવશે. ટૂંક સમયમાં ટીમ આ સિક્વલના શૂટિંગ માટે રાજસ્થાન અને પછી લંડન જશે. આ ફિલ્મ આવતા વર્ષે 31 જુલાઈના રિલીઝ થશે.
ભાસ્કર નેટવર્ક, મુંબઈ
ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ મ્યુઝિક કમ્પોઝર અને સિંગર વિશાલ દદલાનીએ રીમિક્સ કરનારા કમ્પોઝર્સ અને મ્યુઝિશિયન્સને ચેતવણી આપી દીધી છે. વિશાલે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક નોટ લખ્યો કે જો તેના ગીતો રીમિક્સ કરવામાં આવ્યા તો તે કાયદાકીય કાર્યવાહી કરશે.
‘સાકી-સાકી’ ગીતના રિમેક પર થયો નારાજ
ઉલ્લેખનીય છે કે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘બાટલા હાઉસ’માં વિશાલ-શેખરના ગીત ‘સાકી-સાકી’નું રીમિક્સ વર્ઝન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ વાતથી નારાજ વિશાલે સંગીતકારોને વોર્નિંગ નોટ લખી છે. તેણે લખ્યું, ‘ચેતવણી, અમારી પરમિશન વિના વિશાલ-શેખરના ગીતોને રીમિક્સ ન કરો. ખાસ કરીને એવા સંગીતકાર જે આવું કરી રહ્યા છે. જો આવું કર્યુ તો હું કાયદાકીય કાર્યવાહી કરીશ. મેં સાંભળ્યું છે ‘દસ બહાને’, ‘દેશી ગર્લ’, ‘સજનાજી વારી વારી’ અને અમારા અન્ય કેટલાક ગીતોના રીમિક્સ બનાવવામાં આવી રહ્યા છે. જાઓ જઈને પોતાના ગીતો બનાવો.’
 આ પહેલા પંજાબી સંગીતકાર ડૉ. જીયુસને પણ બાદશાહની પરમિશાન વિના ગીત રીમિક્સ કરવામાં ફટકાર પડી ચૂકી છે.
કાર્તિકે અનન્યાને બર્થડે પર ગિફ્ટ કરી પોતાની મૂંછો
હાલમાં કાર્તિક આર્યને પોતાની ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’ની કો-સ્ટાર અનન્યા પાંડેને તેના બર્થડે પર મજેદાર ગિફ્ટ આપી. વાસ્તવમાં કાર્તિક આ ફિલ્મમાં મૂંછવાળા રોલમાં દેખાશે અને હવે જ્યારે આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે તો તેણે અનન્યાને ગિફ્ટના રૂપમાં પોતાની મૂંછો મુંડાવીને આપી. રિપોર્ટ્સ મુજબ, ‘કાર્તિકે અનન્યાને ગિફ્ટના રૂપમાં પોતાની મૂંછો શેવ કરવાની વાત કહી અને અનન્યાએ તેને સ્વીકારી લીધી.’
કેટલાક લેટેસ્ટ રીમિક્સ
પોસ્ટર લગવા દો: લુકા છિપી
પૈસા યે પૈસા: ટોટલ ધમાલ
છમ્મા છમ્મા: ફ્રોડ સૈંયા
વખરા: જજમેન્ટલ હૈ ક્યા
શહર કી લડકી: ખાનદાની શફાખાના
એક તો કમ જિંદગાની: મરજાવાં
વીડિયો શેર કરતા સલમાને કહ્યું...
‘હીરો વહી જો આગ મેં કૂદ કે, બુઝા કે બચાતા હૈ’
ગુરુવારે સલમાન ખાને પોતાના મિત્ર અને બોલિવૂ઼ડના બાદશાહ શાહરુખ ખાનની પ્રશંસામાં એક વીડિયો શેર કર્યો. આ વીડિયોના વોઇસઓવરમાં સલમાન કહી રહ્યો છે કે ‘હીરો વો હોતા હૈ જો આગ મેં કૂદ કે, બુઝા કે બચાતા હૈ.’ આ વીડિયો આખો દિવસ વાયરલ રહ્યો. ઉલ્લેખનીય છે કે શાહરુખે અમિતાભ બચ્ચનના ઘરે યોજાયેલી દિવાળી પાર્ટીમાં એશ્વર્યા રાયની મેનેજરનો જીવ બચાવ્યો હતો.
‘દબંગ 3’માં થઈ શકે છે પ્રીતિ જિંટાનો કેમિયો
પ્રીતિ જિંટાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સલમાન ખાન સાથે આ તસવીર શેર કરતા લખ્યું, ‘આ હેલોવીન ડે હું ઉત્તરપ્રદેશમાં કોઈ સ્પેશિયલને મળી. ચુલબુલ પાંડે ઉર્ફ આપણાં દબંગને. બધાને હેપ્પી હેલોવીન.’ પ્રીતિના આ તસવીર શેર કર્યા પછી ચર્ચા છે કે ફિલ્મમાં તેનો કેમિયો પણ હશે. પ્રભુ દેવા નિર્દેશિત આ ફિલ્મ 20 ડિસેમ્બરના રિલીઝ થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JFCNkt
via IFTTT
No comments:
Post a Comment