ભારતમાં ભણેલા નિર્મલે 6 મહિના 6 દિવસમાં એવરેસ્ટ સહિત 14 શિખર સર કર્યા, મિશન માટે ઘર વેચ્યુ તો લોકો મજાક ઉડાવવા લાગ્યા હતા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 31, 2019

ભારતમાં ભણેલા નિર્મલે 6 મહિના 6 દિવસમાં એવરેસ્ટ સહિત 14 શિખર સર કર્યા, મિશન માટે ઘર વેચ્યુ તો લોકો મજાક ઉડાવવા લાગ્યા હતા

બેઇજિંગ | નેપાળના રહેવાસી 36 વર્ષીય પર્વતારોહક નિર્મલ પુર્જા (નિમ્સ)એ એવરેસ્ટ સહિત વિશ્વના સૌથી ઊંચા 14 શિખરો સૌથી ઓછા સમયમાં સર કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. નિર્મલે માત્ર 190 દિવસ (મહિના 6 દિવસ)માં આ સિદ્ધિ મેળવી છે. તેણે ભઆરતમાં અભ્યાસ કરી બ્રિટિશ સેનામાં સેવાઓ આપી હતી. આ વર્ષની શરૂઆતમાં જ્યારે નિર્મલે પોતાના મિશન અંગે લોકોને જણાવ્યું હતું, ત્યારે લોકોએ મજાક ઉડાવી હતી અને કહેવા લાગ્યા હતા કે આ શક્ય જ નથી. તે પછી જ નિર્મલે પોતાના મિશનને પ્રોજેક્ટ પોશિબલ નામ આપ્યું. બ્રિટન ખાતેનું પોતાનું ઘર વેચ્યું, ક્રાઉડ ફંડિંગ દ્વ્રારા પૈસા ભેગા કર્યા અને પ્રોજેક્ટને પોશિબલ બનાવ્યો. અંતિમ શિૅ સર કર્યા પછી નિર્મલે કહ્યું- ‘જીવનમાં બઘુ જ સંભવ છે. માત્ર તમારી પાસે દૃઢ સંકલ્પિત લક્ષ્ય અને સકારાત્મક મન હોવું જોઇએ.’ નિર્મલે આ વર્ષે એપ્રિલમાં પોતાનું અભિયાન શરૂ કર્યું હતું. મંગળવારે સવારે તેણે ચીનનું 8.027 મીટર ઊંચા શિખર શિશાપંગમાની ચઢાઇ સાથે 8000 મીટર (26250 ફૂટ) ઊંચા 14 શિખરોને સર કરી લીધું હતું. આ રેકોર્ડ અત્યાર સુધી દક્ષિણ કોરિયાના કિમ ચાંગના નામે હતો. તેણે 2013માં આ શિખરોને 7 વર્ષ 10 મહિના અને 6 દિવસમાં સર કર્યા હતા. નેપાળના દક્ષિણી વિસ્તારોમાં ઉછરેલા નિર્મલ બાળપણથી જ રમત-ગમતના શોખીન હતા. પુર્જા જ્યારે 5 વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ભારતમાં આવી ગયો. અહીં અભ્યાસ પુરો કરી બ્રિટિશ સેનામાં 16 વર્ષ નોકરી કરી. 2010માં તેને બ્રિટનના સૌથી મોટું સન્માન ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર અેનાયત કરાયું હતું. તેના નામે પાંચ દિવસમાં એવરેસ્ટ, લાહોત્સે અને મકાલુ શિખરરો સર કરવાનો રેકોર્ડ પણ છે.

કોરિયાના કિમ ચાંગને આ આરોહણ માટે 7 વર્ષ 10 મહિના લાગ્યા હતા

મિશન પોશિબલની સફળતાથી સૌની બોલતી બંધ થઇ ગઇ

24 જુલાઇ: કે2

પાકિસ્તાન

26 જુલાઇ: બ્રોડ પિક

3 જુલાઇ: નાન્ગા પર્વત

18 જુલાઇ: ગશેરબ્રમ2

12 મે: ધોલાગિરિ

15 જુલાઇ: ગશેરબ્રમ-1

ભારત

23 એપ્રિલ: અન્નપુર્ણા

23 સપ્ટેમ્બર: ચો ઓયુ

ચીન

29 ઓક્ટોબર: શિશપાંગમા

નેપાળ

22 મે: એવરેસ્ટ

24 મે: મકાલુ

15 મે: કંચનજંગા

22 મે: લાહોત્સે

મજૂરો ન મળતાં 1700 ફૂટ દૂર નવી નવી લાઈબ્રેરીમાં પુસ્તકો પહોંચાડવા 650 લોકોએ માનવ સાંકળ રચી

ઓક્લાહોમા | તસવીર અમેરિકાના ઓકલાહોમા સિટીના નોર્મનની છે. અહીં 30 વર્ષ જુની પબ્લિક સેન્ટ્રલ લાયબ્રેરી 1700 ફૂટ દૂર નવી બિલ્ડિંગમાં શિફ્ટ થવાની હતી. પરંતુ મજૂરો મળતા નહતા. તેથી 650 લોકોએ માનવ સાંકળ બનાવી 5000 પુસ્તકો શિફ્ટ કર્યા. માનવ સાંકળમાં 8 વર્ષના બાળકથઈ લઇ 54 વર્ષના જૈફ લોકો સામેલ હતા.

નોર્મનની વસતી 1.23 લાખ

લાયબ્રેરીના પ્રવક્તા કીથ મર્ક્કસે કહ્યું કે નોર્મનની વસતી 1.23 લાખની છે. જેમાં મોટાભાગના યુવા અને બાળકો છે. તેથી લાયબ્રેરી બદલવાને કારણે તેમનો અભ્યાસ પ્રભાવિત થતો હતો. પરંતુ તેમના પરિવાર અને સ્થાનિક લોકોએ મદદ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - nirmal educated in india surpassed 14 peaks including everest in 6 months and 6 days 063026
Div News - nirmal educated in india surpassed 14 peaks including everest in 6 months and 6 days 063026
Div News - nirmal educated in india surpassed 14 peaks including everest in 6 months and 6 days 063026


from Divya Bhaskar https://ift.tt/2N36M82
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here