યશસ્વી લિસ્ટ-એમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 16, 2019

યશસ્વી લિસ્ટ-એમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી

મુંબઈ તરફથી રમતા યશસ્વી જયસ્વાલે 203 રન કર્યા

એજન્સી | બેંગલુરુ

યશસ્વી જયસ્વાલ (203)એ વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈ તરફથી રમતા ઝારખંડ વિરુદ્ધ બેવડી સદી ફટકારી હતી. તે લિસ્ટમાં બેવડી સદી ફટકારવા મામલે સૌથી યુવા ખેલાડી બની ગયો છે. 17 વર્ષ 292 દિવસના યશસ્વીએ ઈનિંગ્સમાં 154 બોલ રમતા 17 ફોર અને 12 સિક્સ ફટકારી હતી. તે ટૂર્નામેન્ટની એક મેચમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ખેલાડી પણ બની ગયો છે. આ અગાઉ દ.આફ્રિકાના એલેન બેરોએ 1975માં 20 વર્ષ 276 દિવસની વયે બેવડી સદી ફટકારી હતી. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટના ભોગે 358 રન કર્યા હતા. જવાબમાં ઝારખંડની ટીમ 319 રન કરી ઓલઆઉટ થઈ હતી. મુંબઈએ મેચ 38 રનથી જીતી હતી. આ અગાઉ રોહિત શર્મા, સચિન, વીરેન્દ્ર સેહવાગ, સંજુ સેમસન, ધવન અને કર્ણ કૌશલ બેવડી સદી ફટકારી ચૂક્યા છે.

ત્રણ વર્ષ સુધી ટેન્ટમાં રહ્યો

યશસ્વી જયસ્વાલ મૂળ યુપીનો વતની છે. મુંબઇમાં કાકાના ઘરમાં રહેવાની જગ્યા નહોતી તો એક ક્લબ સાથે જોડાઈ ગયો અને ત્રણ વર્ષ ટેન્ટમાં રહ્યો. ઘણીવાર પૈસા નહોતા ત્યારે તેણે પાણીપુરી પણ વેચી હતી. લોકલ કોચ જ્વાલા સિંહે કોચિંગ આપ્યું. તે અંડર-19 ટીમ તરફથી પણ રમી ચૂક્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - the youngest player to score a double century in glorious list a 063005


from Divya Bhaskar https://ift.tt/31jqVdF
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here