થોડા દિવસ પહેલા પ્રીતિબહેને તેમની ઓફિસના કમ્પ્યૂટર પરથી ગ્રેટ ઈન્ડિયા સાડી નામની સાડીની વેબસાઈટ ઉપર રૂ.999 માં એક સાડીનો ઓર્ડર આપ્યો હતો. 5 દિવસ પછી તેમની ઓફિસે સાડીનું પાર્સલ આવ્યું હતું. જેના તેમણે રૂ.1050 ચૂકવ્યા હતા. પ્રીતિબહેને પાર્સલ ખોલીને જોયું તો તેમણે ઓર્ડર આપ્યો હતો તે પ્રમાણે સાડી ન હતી. તેમણે સાડી રિપ્લેસ કરવા માટે કંપનીની વેબસાઈટ ઉપર ફરિયાદ કરી હતી.
એક ક્લિક કરી ને 3 વાર પૈસા કટ થયા
પ્રીતિબહેનને ફોન કરનારે પોતાની ઓળખ રાહુલ તરીકે આપી હતી.અને પ્રીતિ બહેનના મોબાઇલ પર રાહુલે એક લીંક મોકલી હતી જેના પર ક્લિક કર્યા બાદ પ્રિતિબહેને વારા ફરથી બે બેંક એકાઉન્ટ નંબર અને 3 ઓટીપી આપી દીધા હતા. જેના આધારે તેમના બંને એકાઉન્ટમાંથી 3 ટ્રાન્જેકશનથી રૂ9344 ઉપડી ગયા હતા. ત્યારબાદ પણ તેમની સાડી રિપ્લેસ થઇ શકી નહતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2n53iYt
via IFTTT
No comments:
Post a Comment