વોશિંગ્ટનઃ અમેરિકન વાયુસેનાનું સ્પેસક્રાફ્ટ એક્સ-37B રવિવારે ઓર્બિટની 780 દિવસની પરિક્રમા બાદ પૃથ્વી પર પાછું ફર્યું છે. આ રહસ્યમય મિલેટ્રી ટેસ્ટ પ્રોગ્રામના ઈતિહાસનું સૌથી લાંબુ મિશન છે. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, માનવરહિત સ્પેસ વિામન નાના અંતરિક્ષ જેવું જ લાગે છે. તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ફરીથી ધરતી પર તપાસ કરવા માટે લાવી શકાય છે.
અવકાશમાં આવનારા પડકારો માટે કામ કરવાનો હેતું
- વાયુસેનાએ આ પ્રકારના પ્રયોગો વિશે કોઈ જાણકારી આપી નથી. એક નિવેદનમાં વાયુસેનાએ માત્ર એક ઘટસ્ફોટ કર્યો હતો કે આ પ્રકારા કાર્યક્રમનો ઉદ્દેશ અવકાશમાં આવતા પડકારો માટે કામ કરવાનું છે અને સ્પેસ ટેકનોલોજીમાં ઉપયોગમાં લેવાતા વાહનોને રિયુઝએબલ બનાવવાનું છે.
- આ છેલ્લા એક દાયકામાં 5મું એક્સ -37B સ્પેસ પ્લેન છે, જેને પૃથ્વીની કક્ષામાં મોકલવામાં આવ્યું છે. બ્રિગેડિયર જનરલ ડોગ સીસે રવિવારે કહ્યું કે, અમારી ટીમ કાર્યક્રમની તૈયારીમાં લાગી ગઈ હતી. એક્સ-37Bની સુરક્ષિત અને સફળ લેન્ડિગમાં તેમની કડક મહેનત અને સમર્પણ જોઈને મને ખુબ ગર્વ થઈ રહ્યો છે.
- વાયુસેનાએ કહ્યું -એક્સ 37B મિશને વાયુસેના અનુસંધાન પ્રયોગશાળા(AFRL) માટે ઘણા પ્રયોગ કર્યા. AFRL અંતરિક્ષ, વાયુ અને સાઈબરસ્પેસ સેક્ટરો માટે વોરફાઈટિંગ ટેકલોજી વિકસીત કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36e9mQ2
via IFTTT
No comments:
Post a Comment