
બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમને ડી.એમ.પટેલ, વાઈસ ચેરમને જોરૂભાઈ ધાધલ સહિત યાર્ડના સભ્યોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. યાર્ડના 300 લાઈસન્સદાર વેપારી, બોટાદ તાલુકાની 52 મડળીના 900 સભ્યો, 50 મત્રીઓને માર્કેટિંગ યાર્ડના 75 કર્મચારીઓને વિનામૂલ્યે હેલ્મેટ વિતરણ કરવામા આવ્યુ હતું. આ તમામ લોકોને આઈ.એસ.આઈ માર્કા વાળું હેલ્મેટ વિના મુલ્યે આપવામાં આવ્યું હતું. આ હેલ્મેટ 5 સપ્ટેમ્બર થી બોટાદ માર્કેટીગ યાર્ડ માં 4500 હેલ્મેટ રાહત દરે બોટાદ તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે. આ હેલ્મેટ યાર્ડને 406 રૂપિયામાં પડે છે યાર્ડ 106 રૂપિયા ભોગવશે અને ખેડૂતોને 300 રૂપિયાના ભાવે આપશે જેમાં વહેલા તે પહેલાના ધોરણે આ હેલ્મેટનુ વિતરણ કરવામાં આવશે. બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.એમ.પટેલ, વાઈસ ચેરમેન જોરૂભાઈ ધાધલ સહિત તેમના સભ્યો હમેશા ખેડૂતો સાથે રહીને તેમની પડખે ઉભા રહે છે.
કર્મચારીઓને હેલ્મેટ નિશુલ્ક અપાયા હતા. તસવીર કેતનસિંહ પરમાર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JrxAwi
via IFTTT
No comments:
Post a Comment