
કેવડિયા એકતા નગરી ખાતે આગામી 31 ઓક્ટોબરનાં રોજ એકતા દિવસની ઉજવણી રાષ્ટ્રીય કક્ષાની થવાની છે. જેને લઈને હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. જેમાં કેવડિયા નગરીને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. હાલ મોટાં વીજ પોલ લગાવીને તમામ પોલ પર લાઇટિંગ કરવામાં આવી રહ્યું છે. એટલુંજ નહિં પરંતુ, સ્ટેચ્યુ વિસ્તારમાં પ્રવેશતાં દુબઈની જેમ કોકોનટ લાઇટિંગ, લેસર લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. જેને કાયમી બેઝ બનાવી આ લાયટીંગ કરવામાં આવશે. આ તમામ વિસ્તારની લાઈટો અંદાજિત 3 થી 4 કરોડના ખર્ચે નાંખવામાં આવશે. રોજ રાત્રે લાઈટિંગ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઝગમગાટ જોવા આ અઠવાડિયામાં 5 લાખ પ્રવાસીઓ ઊમટી પડશે તેવો તંત્રનો અંદાજ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PdoiHV
via
IFTTT
No comments:
Post a Comment