
હું મનીષ મલ્હોત્રા લગભગ 29 વર્ષથી બોલિવુડ સેલિબ્રિટીની માટે કોસ્ટ્યુમ ડિઝાઇન કરવાનું કામ કરૂ છું. આવતા વર્ષે આ ક્ષેત્રમાં મારા 30 વર્ષ પુર્ણ થશે. દરેક વર્ષની દિવાળીની જેમ આ દિવાળીના તહેવાર પર બોલિવુડના મોટાભાગના સેલિબ્રિટી મારા દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રેસિઝ પહેરશે. તહેવારના સમયે મારી સિતારોને એક જ એડવાઇઝ રહે છે કે જે સૌથી આરામદાયક હોય તે જ પહેરો. આથી લાંબી રાત સુધી ચાલતા તહેવારના સેલિબ્રેશન અને ગેધરિંગના સમયે તમે કમ્ફર્ટેબલ ફીલ કરો. અમે આવા ઓકેઝન પર સ્ટાર્સની માટે ડ્રેસ પણ આવા જ તૈયાર કરીએ છીએ. ઇમાનદારીથી કહું તો આજકલ બોલીવુડમાં કામ કરતા બધા એક્ટર્સની પોતાની એક સ્ટાઇલ સેન્સ છે. દરેકની ફેશન વિશિષ્ટ છે. અને આ જ અન્યથી અલગ તારે છે. કોઇનું મોર્ડન મેક્સિમલિસ્ટ સ્ટાઇલ છે, કોઇ ટોંડ ડાઉન આઉટફિટને પસંદ કરે છે. તો કોઇ પોતાની વિશેષ ડ્રેસીઝના સિલેક્શનના ધુરંધર છે. જો કે બધામાં એક વાત કોમન છે કે તેઓ ટીપિકલ રંગ અને પહેરવેશને સુરક્ષિત રાખવાની પ્રાથમિકતા રાખે છે. સાચી રીતે પહેરવેશ પોતાની પસંદનો વિષય છે. આજે બોલિવુડનો નવો ટ્રેન્ડ છે ‘ગો ટ્રેન્ડ લેસ’.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31LpK7j
via
IFTTT
No comments:
Post a Comment