જામનગર શહેરમાં છેલ્લા 20-20 વર્ષથી લોકજાગૃતિ અને પર્યાવરણ જાગૃતિ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 7, 2019

જામનગર શહેરમાં છેલ્લા 20-20 વર્ષથી લોકજાગૃતિ અને પર્યાવરણ જાગૃતિ


જામનગર શહેરમાં છેલ્લા 20-20 વર્ષથી લોકજાગૃતિ અને પર્યાવરણ જાગૃતિ તથા કલાકારોની કલાને પ્રસ્તુત કરવા માટે અનેકવિધ કાર્યો કરી રહેલી જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જામનગરના મરીન નેશનલ પાર્ક સંચાલિત ખીજડીયા પક્ષી અભ્યારણના પ્રવેશદ્વાર તથા આંતરિક દીવાલોમાં સુંદર ચિત્રો દ્વારા સુશોભિત કરવા માટે ચિત્રકલા વર્કશોપનું આયોજન ખીજડીયા પક્ષી અભ્યારણમાં કરવામાં આવ્યું હતું.

જામનગરની જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા ચિત્ર કલા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યંુ હતું. જેમાં શહેરના યુવા ચિત્રકારો દ્વારા પોતાની અદભૂત ચિત્રકલા પ્રદર્શિત કરીને વિવિધ પક્ષીઓ, દરિયાઇ વનસ્પતિ, દરિયાઈ જીવસૃષ્ટિ સહિતના ચિત્રો તથા પર્યાવરણ અને દરિયાની જીવસૃષ્ટિના રક્ષણ માટેના સ્લોગન કંડારવામાં આવ્યા હતા.

ચિત્રકારોની અદભુત કલા શક્તિ દર્શન કરીને મરીન નેશનલ પાર્કના વરિષ્ઠ અધિકારીઓ દંગ થઈ ગયા હતા. ચિત્રકલા વર્કશોપમાં ચિત્રકાર આનંદભાઈ શાહ, સંજયભાઈ જાની,હરીયા નિલેશભાઈ ભટ્ટ, સકિનાબેન કોન્ટ્રાક્ટર, વિભા સંચાણીયા, હેતાલી શાહ, સંજના જેઠવા સહિતના 35થી વધુ ચિત્રકારોએ ચિત્ર દોરી કલા પ્રસ્તુત કરી હતી. આ સુંદર પ્રોજેક્ટને બિરદાવવા માટે જિલ્લા ફોરેસ્ટ ઓફિસર આર. સેનથીલ કુમાર, ડેપ્યુટી ફોરેસ્ટ કંઝરવેટર નિલેશભાઈ જોશી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિયા, ભાવેશભાઈ ત્રિવેદી, ભરતભાઈ કાનાબાર, દિલીપસિંહ જેઠવા, નિલેશસિંહ જાડેજા, ગોસાઈભાઈ સહિત લાખોટા નેચર ક્લબના સદસ્યો ઉપસ્થિતિ રહયા હતાં. વર્કશોપમાં હાજર રહેલા તમામ મિત્રોને જનજાગૃતિ અભિયાન સમિતિ અને મરીન નેશનલ પાર્ક દ્વારા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. વહેલી સવારે નવ વાગે શરૂ થયેલ વર્કશોપ સાંજના 6 વાગ્યે પૂર્ણ થયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2p3G5GQ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here