નવી દિલ્હી /ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કરતારપુર સાહિબ આવતા શ્રદ્ધાળુઓને બે છૂટ આપી છે. પહેલાં તેમને અહીં આવવા માટે હવે પાસપોર્ટની જરૂર નથી. માત્ર એક કાયદેસરના આઈડીથી તેમને પ્રવેશ આપવામાં આવશે. બીજી છૂટ એ આપવામાં આવી છે કે, શ્રદ્ધાળુઓને 10 દિવસ પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તે ઉપરાંત ઉદ્ધાટન વાળા દિવસે શ્રદ્ધાળુઓ પાસેથી કોઈ ફી લેવામાં નહીં આવે.
બીજી બાજુ કરતારપુર સાહિબ જતા શ્રદ્ધાળુઓ પર અંદાજે 20 ડોલર (રૂ. 1420 ભારતીય) ફી લગાવવામાં આવ્યા પછી શિરોમણી અકાળી દળના નેતા સુખબીર સિંહ બાદલે ગુરુવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને અપીલ કરી હતી કે તેઓ આ રીતે આવકનો સ્ત્રોત ન બનાવે. આ ફી ખૂબ વધારે છે. કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન 9 નવેમ્બરે કરવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PCnfBQ
via IFTTT
No comments:
Post a Comment