નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ઓફિશિયલી આજથી નવા બે અલગ કેન્દ્ર શાસિત રાજ્યો બની ગયા છે. આ વર્ષે જ 5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ લાવીને જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત રાજ્યો બનાવી દીધા. આ બિલ 30 ઓક્ટોબરે રાતે 12 વાગે લાગુ થઈ ગયું. તેના અંતર્ગત જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા બનશે. જ્યારે લદ્દાખમાં વિધાનસભા અથવા વિધાન પરિષદ વગર જ કેન્દ્ર શાસિત રાજ્ય બનશે. રાજ્યનું પુનર્ગઠન થતાં જ જમ્મુ-કાશ્મીરમાં 20 અને લદ્દાખમાં 2 જિલ્લા બનશે. તે સાથે જ કેન્દ્રના 106 કાયદા પણ આ બંને કેન્દ્ર શાસિત રાજ્યોમાં લાગુ થઈ જશે. જ્યારે રાજ્યના જૂના 153 કાયદા ખતમ થઈ જશે.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ભાગલા કેવી રીતે થશે?
- જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન એક્ટની કલમ 84 અને 85 પ્રમાણે બંને રાજ્યો વચ્ચે કુલ સંપત્તિના પણ ભાગલા કરવામાં આવશે. કેન્દ્ર સરકારે 3 સભ્યોની એક સમિતી બનાવી છે. આ સમિતીના અધ્યક્ષ પૂર્વ રક્ષા સચિવ સંજય મિત્રા છે. જ્યારે રિટાયર્ડ આઈએએસ અરુણ ગોયલ અને રિટાયર્ડ આઈસીએએસ ગિરિજા પ્રસાદ ગુપ્તા તેમના સભ્ય છે. બિલ પ્રમાણે આ સમિતિ 6 મહિનાની અંદર રિપોર્ટ આપશે. રિપોર્ટના આધારે સંપત્તિ અને દેવાના ભાગલા કરવામાં આવશે. આ પ્રક્રિયામાં અંદાજે 1 વર્ષ થઈ શકે છે.
- સુપ્રીમ કોર્ટના વકીલ અને બંધારણીય મામલે નિષ્ણાત વિરાગ ગુપ્તાએ જણાવ્યું કે, માર્ચ 2017ના આંકડા પ્રમાણે જમ્મુ-કાશ્મીરના જૂના રાજ્યમાં અંદાજે 82,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમાં અંદાજે રૂ. 30,000 કરોડની સંપત્તિ પબ્લિક અકાઉન્ટમાં સામેલ છે. તેમાં પ્રોવિડન્ટ ફંડ વગેરેની રકમ અને અંદાજે 35,755 કરોડ રૂપિયા ઉધારીના સામેલ છે. આ પહેલા પણ દેશના ઘણાં રાજ્યોનું વિભાજન થયું હતું જેમાં ભાગલાના મૌલિક સિદ્ધાંત એ હોય છે કે, સંપત્તિઓ પ્રમાણે જ દેવા અને લોનની વહેંચણી કરવામાં આવે છે.
- વિરાગે જણાવ્યું કે, સંપત્તિ સિવાય રાજ્ય સરકારના કર્મચારીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ ભાગલા પાડવામાં આવશે. જમ્મુ-કાશ્મીર રાજ્યની6 મોટી સંપત્તિ દિલ્હી, અમૃતસર, ચંદીગઢ અને મુંબઈમાં આવેલી છે. જેના હવે બંને રાજ્યો વચ્ચે ભાગલા પડશે. સંપત્તિના ભાગલામાં 10,000 સરકારી ગાડીયો, પોલિસના શસ્ત્ર અને દારૂગોળાનો પણ સમાવેશ કરવામાં આવશે. આ સિવાય પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ વિશ્વવિદ્યાલય શૈક્ષણિક સંસ્થા તથા અન્ય સંસ્થાઓના પણ બંને રાજ્યોમાં ભાગલા પાડવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WrBv1H
via IFTTT
No comments:
Post a Comment