આ ઉત્સવ દરમિયાન દાદાની મંગળા આરતી સવારે 5.30 કલાકે, શણગાર આરતી સવારે 7.00 કલાકે, દાદાને અભિષેક પૂજા સવારે 8.00 કલાકે, પ્રવેશદ્વારા ઉદ્દઘાટન સવારે 9.00 કલાકે આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રકાશજી અને મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરાશે. દાદાને ભવ્ય અન્નકૂટ આરતી 11.00 કલાકે અને યજ્ઞ પૂર્ણાહૂતિ બપોરે 11.30 કલાકે કરાશે. આ ઉત્સવમા ઉપસ્થિત રહેવા સૌ હરિભક્તોને મંદિરના મહંત પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી, સા.સ્વામી હરિપ્રકાશદાસજી, કો.સ્વામી વિવેકસાગરદાસજી અને તમામ સંતમંડળ પાર્ષદ તરફથી આમંત્રણ પાઠવાયું છે. હનુમંત ચરિત્ર કથાનુ આયોજન તા.15-10-19 થી 19-10-19 સુધી કરાયું છે. જેના વક્તાપદે પ.પૂ. હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા હરિભક્તોને લાભ આપી રહ્યા છે.
પાટોત્સવ નિમિત્તે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. તસવીર કેતનસિંહ પરમાર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33HRQBv
via IFTTT
No comments:
Post a Comment