આ વર્ષે ગુજરાતમાં પડેલાં 140 ટકા જેટલાં વરસાદને કારણે 199 લોકોના મોત થયા છે. સૌથી વધુ મોત અમદાવાદમાં નોંધાયા છે. મૃતકોના પરિવારજનોને સરકારે સહાય ચૂકવવાની શરુ કરી છે, જેમાં 179 પરિવારોને તો સહાય ચૂકવાઈ છે.
રાજ્યમાં વરસાદને કારણે થયેલી દુર્ઘટનાઓમાં વિજળી પડવાથી 54 લોકોના મોત થયાં જ્યારે, 89 લોકો પાણીમાં તણાયા તથા દીવાલ કે ઝાડ પડવાથી 56 વ્યક્તિઓના મૃત્યુ થયાં હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. મૃતક દીઠ પરિજનોને 4 લાખની સહાય જાહેર થતાં અત્યાર સુધીમાં સરકારે 7.16 કરોડ રૂપિયાની ચુકવણી કરી દીધી છે.
રાજ્યની કુલ 5 લાખ હેક્ટર જમીનમાં ભારે વરસાદને કારણે ઓછેવત્તે અંશે નુક્સાન થયું છે અને આ આર્થિક નુકસાનનો આંકડો 138.75 કરોડ રૂપિયાનો થવાં જાય છે.
રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે 158 તાલુકામાં કૃષિને વિપરિત અસર થઇ હોવાના અહેવાલ સરકારને જિલ્લા કચેરીઓમાંથી પ્રાપ્ત થયાં છે. કુલ 5 લાખ હેક્ટરમાંથી 4.57 લાખ હેક્ટર કૃષિ વિસ્તારમાં નુક્શાનના સર્વેક્ષણની કામગીરી પૂર્ણ કરાઇ છે. જુલાઇથી સપ્ટેમ્બર માસ દરમિયાન પડેલાં વરસાદને કારણે રાજ્યમાં 2.37 લાખ હેક્ટર વિસ્તારમાં 33 ટકાથી વધુ નુક્સાન થયું છે. રાજ્યના કુલ 4374 ગામોના 2.33 લાખ ખેડૂતોને કૃષિમાં નુક્સાન થયું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MuRaJZ
via IFTTT
No comments:
Post a Comment