શાહજહાંપુરઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનારી SS લો કોલેજની વિદ્યાર્થિનીની બુધવારે SITએ ધરપકડ કરી છે. વિદ્યાર્થીની પર ચિન્મયાનંદ પાસેથી બ્લેકમેઈલ કરીને 5 કરોડ રૂપિયા માગવાનો આરોપ છે. ધરપકડ બાદ વિદ્યાર્થીનીને મેડિકલ માટે લઈ જવાશે. ઉત્તરપ્રદેશના મુખ્ય પોલીસ અધિકારી ઓપી સિંહે આ વાતની પુષ્ટી કરી છે.
આ પહેલા મંગળવારે પીડિત વિદ્યાર્થિનીને શાહજહાંપુરમાં એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં આગોતરા જામીન અને નિવેદન ફરી નોંધાવવા માટે અરજી કરી હતી. જેને કોર્ટે પણ સ્વીકારી હતી. જોકે તાત્કાલિક સુનાવણી માટે ઈન્કાર કરીને કોર્ટે 26 તારીખે સુનાવણી કરવા કહ્યું હતું.
વિદ્યાર્થીનીને કોર્ટમાંથી પણ રાહત ન મળી
વિદ્યાર્થિનીસોમવારે અલ્હાબાદ હાઈકોર્ટ ગઈ હતી. અહીં તેણે પોતાની ધરપકડને અટકાવવા અને ફરી નિવેદન આપવાની અરજી કરી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, જો પીડિત વિદ્યાર્થી આ અંગે કોઈ રાહતની આશા રાખે છે , તો તે સ્થાનિક કોર્ટમાં નવી અરજી કરી શકે છે.
વિદ્યાર્થીનીના ત્રણ મિત્ર પણ પોલીસ રિમાન્ડ પર
સુપ્રીમ કોર્ટના આદેશ પર મામલાની તપાસ કરી રહેલી SITએ 20 સપ્ટેમ્બરે ચિન્મયાનંદની ધરપકડ કરી હતી. તે જ દિવસે બ્લેકમેઈલ કરીને પૈસા માંગવાના આરોપમાં પીડિતાના ત્રણ મિત્રો વિક્રમ સિંહ, સંજય સિંહ અને સચિન સેંગરની પણ SITએ ધરપકડ કરી હતી. ત્યારબાદ વિક્રમ અને સચિનને રિમાન્ડ પર લીધા હતા. SITને 95 કલાકના રિમાન્ડ મળ્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2lAEoiD
via IFTTT
No comments:
Post a Comment