અમૃતસરઃ પંજાબ પોલીસના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન દ્વારા સંચાલિત આતંકી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં મોટા બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચી રહ્યુંછે. પાકિસ્તાની સેના અને તેની ગુપ્તચર એજન્સી ISI આતંકી સંગઠન ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સ(KZF)નું સમર્થન કરી રહી છે. 9 અને 16 સપ્ટેમ્બર વચ્ચે લગભગ 8 ચીની ડ્રોન દ્વારા 80 કિલો વિસ્ફોટકની સામગ્રી પંજાબ મોકલવામાં આવી હતી.
પંજાબ પોલીસના મુખ્ય અધિકારી દિનકર ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, 22 સપ્ટેમ્બરે સરહદ પરના જિલ્લા તરનતારનના ચોહિલ સાહિબથી 4 આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ બળવંત સિંહ, આકાશ રંધાવા, હરભજન સિંહ અને બલબીર સિંહ પાકિસ્તાનના સ્લીપર સેલ છે. તેમની પાસે 5 AK-47, પિસ્તોલ, સેટેલાઈટ ફોન, અને દારૂગોળા મળી આવ્યા છે. જો કે હાલ BSF અને વાયુસેના સરહદ પર બાજનરજ રાખી રહી છે.
પંજાબમાં આતંક ફરીથી સ્થાપિત કરવાનું ષડયંત્ર
DGPના જણાવ્યા પ્રમાણે, KZF નામના આ આતંકી મોડ્યૂલને પાકિસ્તાન અને જર્મનીમાં બેસીને ચલાવાઈ રહ્યું છે. ધરપકડ કરાયેલા આતંકીઓ પાસે જે હથિયાર અને ગોળા બારુદ મળી આવ્યા, તેને પણ ડ્રોન દ્વારા જ પાકિસ્તાનથી મોકલવામાં આવ્યા હતા. ZFK સ્થાનિક અપરાધીઓ અને સ્લીપર સેલ્સ દ્વારા પંજાબમાં આતંકને ફેલાવવાના પ્રયાસ કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે.
અમરિંદરે કહ્યું- આ ખતરનાક પડકાર
મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ગૃહમંત્રી અમિત શાહે તેને ગંભીરતાથી લેવાની માગ કરી છે. અમરિંદરે ટ્વીટ કર્યું કે, અનુચ્છેદ -370 ખતમ થવાથી અકળાયેલા પાકિસ્તાન તરફથી હથિયાર અને ગોળા-બારુદ ફેંકાશે તો તે ભયાનક પડકાર હશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે અમિત શાહ આ પડકારનો નિવેડો લાવવાનો ઝડપથી ઉપાય કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2lAEgQb
via IFTTT
No comments:
Post a Comment