PM મોદી US થી પાછા ફર્યા, કહ્યું- સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વભરના નેતાઓના મોંઢે ‘હાઉડી મોદી’ હતું, આજે વિશ્વમાંં ભારતની આન-બાન-શાનની ચર્ચા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, September 28, 2019

PM મોદી US થી પાછા ફર્યા, કહ્યું- સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વભરના નેતાઓના મોંઢે ‘હાઉડી મોદી’ હતું, આજે વિશ્વમાંં ભારતની આન-બાન-શાનની ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના 7 દિવસના પ્રવાસેથી શનિવારે રાત્રે પરત ફર્યા. તેમના સ્વાગત માટે દિલ્હીમાં ભાજપના અંદાજે 20 હજાર કાર્યકરો એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટની બહાર કાર્યકરોને સંબોધતાં મોદીએ કહ્યું કે 130 કરોડ ભારતીયોએ જે મજબૂતાઇથી ફરી તેમની સરકાર બનાવી છે તેની અસર યુએનમાં વિશ્વના નેતાઓએ પણ જોઇ. તેમણે કહ્યું, ‘હું 2014માં ચૂંટણી જીત્યા પછી પણ યુએનની બેઠકમાં ગયો હતો પણ આ વખતે દુનિયાભરના નેતાઓની નજરમાં ભારત પ્રત્યે સન્માન વધ્યું હોવાનું જણાયું. લોકશાહીની તાકાતનું દુનિયામાં બહુ જ મહત્ત્વ છે. તેનું વિરાટ રૂપ આ વખતે અમેરિકામાં જોયું.’ હ્યુસ્ટનના ‘હાઉડી મોદી’ કાર્યક્રમનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું કે અમેરિકામાં વસેલા ભારતીયોના શક્તિપ્રદર્શનની ત્યાં હાજર અમેરિકી રાષ્ટ્રપતિ તેમ જ રિપબ્લિકન અને ડેમોક્રેટ નેતાઓએ સરાહના કરી. ન્યૂયોર્કમાં દુનિયાભરના નેતાઓ સાથે મુલાકાત દરમિકાન સૌના મોઢે હાઉડી મોદીનો ઉલ્લેખ હતો. આજે દુનિયામાં ભારતની આન-બાન-શાનની ચર્ચા છે. ભારતને જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો છે. મોદીએ દેશવાસીઓને નવરાત્રિ અને દુર્ગાપૂજાની શુભેચ્છા પણ પાઠવી.

3 વર્ષ અગાઉ 28 સપ્ટેમ્બરે થયેલી સર્જિકલ સ્ટ્રાઇકના વીરોને નમન કર્યું

મોદીએ ત્રણ વર્ષ અગાઉ ઉરી હુમલા બાદ પીઓકેમાં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇકનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે આજે 28 સપ્ટેમ્બર છે. ત્રણ વર્ષ અગાઉ આ તારીખે હું આખી રાત સૂતો નહોતો. તે રાતે ભારતના વીર જવાનોએ પરાક્રમની એક સુવર્ણગાથા લખી હતી. મોદીએ પરાક્રમ દાખવનારા જવાનોને અભિનંદન આપ્યા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2nvohnd
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here