
ન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીર મુદ્દે સાચો ઇતિહાસ લખવાની આવશ્યકતા હોવાનું જણાવ્યું. શાહ માને છે કે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ કાશ્મીર મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જઈને હિમાલય કરતાં પણ મોટી ભૂલ કરી હતી. તેઓ એમ પણ માને છે કે આજ સુધી જૂઠ્ઠો ઇતિહાસ લોકોને ભણાવાયો, કેમકે જેમણે ભૂલો કરી તે જ ઇતિહાસ લખવાનું કામ પણ કરતાં રહ્યાં. ગત છ વર્ષોથી દેશમાં દરેક મુદ્દે સંવાદમાં એક તાર્કિક દોષની મદદ લેવાઈ રહી છે. જેમ કે જો 500 વર્ષ પહેલા કોઈ બાબરે મંદિર તોડ્યું તો હવે તેનો પ્રતિકાર કરાશે, જો જિલ્લા કે માર્ગોના નામ મુસ્લિમો કે અંગ્રેજ શાસકોના નામે હોય તો તેને બદલી નખાશે. જોખમ એવું છે કે આવનારા દિવસોમાં આ સાચા ઇતિહાસ હેઠળ આપણા બાળકોને ક્યાંક એ ન શીખવાડાય કે આપણે લાખો વર્ષ પહેલા કેવા શલ્ય ચિકિત્સાના માધ્યમથી શરીર પર હાથીનું માથું લગાવી દેતા હતા અને કેવી રીતે દસ હજાર વર્ષ પહેલાં પુષ્પક વિમાન સમુદ્ર લાંઘીને જઈ શકતા હતા. વૈજ્ઞાનિક જ્ઞાનની એક સર્વમાન્ય વ્યાખ્યા છે - ‘માનવ જ્ઞાનની અે વિદ્યા જેમાં પોતાના તર્ક વાક્યોને ખોટા સાબિત કરવાની ક્ષમતા રહેલી હોય.’ રાવણ વિશ્વકર્માજી દ્વારા બ્રહ્માજી માટે બનાવેલા પુષ્પક વિમાનને ચોરી ફક્ત ઈચ્છા-શક્તિથી ગમે ત્યાં જઈ શકતો હતો, એ આપણી માન્યતા હોઈ શકે છે. પરંતુ જ્યારે તેને ઇતિહાસની જેમ બાળકોને ભણાવાશે તો તે બાળકો પોતાની તર્ક-શક્તિ અને તટસ્થ-વિવેક ગુમાવી બેસશે. જો સાચો ઈતિહાસ શોધવો હોય તો કેવી રીતે હજારો વર્ષોથી હિન્દુ સમાજમાં દલિતોને પ્રતાડિત કરાયા, કેવી રીતે જાત-પાતના ભેદભાવ અને અમુક રાજાઓની કાયરતા અને લોલુપતા આપણને બહારથી આવેલા યવનો, મોગલો અને અંગ્રેજોના ગુલામ બનાવતી રહી, એ મુદ્દાઓ પર ફરીથી ઇતિહાસ લખવામાં આવે. આ પણ ઐતિહાસિક શોધનો વિષય હોઈ શકે છે કે કેવી રીતે એક સમાજ જ્યારે કુંઠામાં ભ્રષ્ટાચારનો દંશ સહન કરતાં નિષ્ક્રિય પડ્યો રહે ત્યારે એક પણ સામાજિક-ધાર્મિક સંગઠન આ રોગ વિરુદ્ધ કોઈ જન-ચેતના ન જગાવી શક્યું. ઐતિહાસિક ભૂલોના વિવેચનથી વર્તમાન ભૂખ, ખેડૂતોની સમસ્યા કે ભ્રષ્ટાચારનો ઉકેલ નહીં મળે.
કે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2n5R0iD
via
IFTTT
No comments:
Post a Comment