ન્યૂયોર્ક: એન્ટીગુઆ અને બાર્બુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને પંજાબ નેશનલ બેંકમાં લોન કૌભાંડના આરોપી અને ભારત છોડી એન્ટીગુઆ ભાગી ગયેલા મેહુલ ચોક્સીની ભારતીય અધિકારીઓ દ્વારા પૂછપરછનો માર્ગ મોકળો કરતા કહ્યુ છે કે ભારતના અધિકારીઓ મેહુલ ચોક્સીની પૂછપરછ કરી શકે છે.
ચોક્સીને નિર્વાસીત કરવામાં આવશે
એન્ટીગુઆ અને બાર્બુડાના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને ન્યૂયોર્ક ખાતે પત્રકોરોને જણાવ્યુ હતું કે, અમને બાદમાં જાણકારી મળી કે મેહુલ ચોક્સી કૌભાંડી છે. મેહુલ ચોક્સી અમારા દેશના ભલા માટે ક્યારેય ઉપયોગી નહીં બને. ચોક્સીની અપીલ સમાપ્ત થયા બાદ તરત જ તેને નિર્વાસીત કરવામાં આવશે. જો મેહુલ ચોક્સી સહયોગ આપવા માંગે તો ભારતીય અધિકારીઓ તેની પૂછપરછ કરવા સ્વતંત્ર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સીએ અન્ટીગુઆની સિટીજનશીપ બાય ઇનવેસ્ટમેન્ટ પ્રોગ્રામ હેઠળ લીધી છે. ન્યૂયોર્ક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ દેશોના વડાપ્રધાન અને પ્રતિનિધિઓને મળી રહ્યા છે ત્યારે અન્ટીગુઆના વડાપ્રધાને ભારત માટે એક સારો સંકેત આપ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2lElxU0
via IFTTT
No comments:
Post a Comment