મનરેગાનું કામ કરનાર કોન્ટ્રાકટરની એસીબી દ્વારા બનાસકાંઠાથી ધરપકડ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, September 27, 2019

મનરેગાનું કામ કરનાર કોન્ટ્રાકટરની એસીબી દ્વારા બનાસકાંઠાથી ધરપકડ

કોડીનાર તાલુકાના ગામડાઓમાં જળસંચય યોજના અંતર્ગત પાકા ચેકડેમ તથા વન તલાવડી બનાવવા માટે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવેલ જેમાં ઇન્ચાર્જ આર.એફ.ઓ. વિનોદભાઇ આર.સાવલીયા (હાલ નિવૃત) તથા કોન્ટ્રાકટર પરસોતમ મગનભાઇ પ્રજાપતિ સહીતનાએ શરતોનું પાલન ન કરી ગેરરીતી કરી અમુક કામો સ્થળ ઉપર ન કરેલ હોવા છતા તેના કાગળ ઉપર ખોટા બીલો બનાવી પ્રજાના હેતુ માટે વપરાતા સરકારી નાણાંની ઉચાપત કરેલ હોવાની ફરીયાદ કોડીનાર પોલીસમાં આઇ.પી.સી. કલમ ૪૦૯, ૪૬પ, ૪૬૭, ૪૭૧, ૧૧૪ મનરેગા એકટ ર૦૦પ ની કલમ ૧૬ (૧), ૧૮ તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ગુન્હો નોંધાયેલ છે. ગુન્હાની તપાસ કોડીનાર પોલીસ દ્વારા કરાતા પરંતુ સરકાર દ્વારા આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને સોપવામાં આવતા નિયામક કેશવકુમારની સુચનાથી મદદનીશ નિયામક બી.એલ.દેસાઇ એ સંભાળી અગાઉ તત્કાલીન ડી.સી.એફ અને આર.એફ.ઓ તેમજ કોન્ટ્રાક્ટર પરસોતમ મગનભાઇ પ્રજાપતિની ધરપકડ કરાયેલ જે પૈકી તાત્કાલિક આર.એફ.ઓ રાવલિયા છેલ્લા ચાર માસથી જેલ હવાલે છે ત્યારે હાલ આ ગુન્હામાં ચોથા આરોપી બનાસકાંઠાના કોન્ટ્રાક્ટર રમેશ વાલજી ચૌધરીની ધરપકડ કરી વેરાવળ કોર્ટેમાં રજૂ કરતા દિવસ પાંચના રીમાન્ડ મંજુર થયેલ છે. આમ કોર્ટે પાંચ દિવસનાં રિમાન્ડ મંજૂર કરતા આ કૌભાંડમાં હજુ કોણ કોણ સંડોવાયેલું છે તેની જાણકારી બહાર આવી શકે તેમ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2nnRT5W
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here