સોમનાથ સંસ્કૃત યુનિ.નાં 13મા યુવક મહોત્સવનું સમાપન - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, September 27, 2019

સોમનાથ સંસ્કૃત યુનિ.નાં 13મા યુવક મહોત્સવનું સમાપન

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 13 મા યુવક મહોત્સવમાં આજે અંતિમ દિવસે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને મહાનુભાવોના હસ્તે યુનિ.ના પરિસરમાં ગાર્ગી મહિલા છાત્રાવાસ અને પાતંજલ યોગભવનનુ ભુમિપુજન કર્યું હતું. આ સમારોહમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત સરકાર વતી રમતગમત અને યોગ ક્ષેત્રે ગુજરાતનુ નામ રોશન કરનાર બંને દીકરીઓ કિંજલ વાળા અને અલ્પા વાળાને અને તેમના પરિવારને અભિનંદન પાઠવી યુવક મહોત્સવમાં ભાગ લેનાર તમામ યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા

તેમણે આ પ્રસંગે કહ્યું કે માત્ર 14 વર્ષના ટૂંકા ગાળામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ સંસ્કૃત અધ્યયન-અધ્યાપન ક્ષેત્રે કરેલ નોંધપાત્ર સફળતા મેળવી છે. શિક્ષણ વિભાગે આ યુનિવર્સિટીને સંસ્કૃતના ઉત્થાન હેતુ રૂ.5.72 કરોડ ફાળવ્યાં તેમ જણાવ્યું હતુ. અરુણીમા સિંહાનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે પગ તૂટ્યા પછી પણ માઉન્ટ એવરેસ્ટ સર કરવાની આંતરિક પ્રબળ ઈચ્છાએ માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. જેના આદર્શ સ્વામી વિવેકાનંદ છે. મંત્રીશ્રીએ વિધાર્થીઓેને શીખ આપતા કહ્યું કે, વિશ્ર્વાસુ, જવાબદાર, પ્રમાણિક અને દેશભક્ત બનવા અનુરોધ કર્યો હતો. આ તકે કુલસચિવ દશરથ જાદવ, વેરાવળ પાટણ પાલીકાના પ્રમુખ મંજુલાબેન સુયાણી, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર સહિતના અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત કોલેજના પ્રાધ્યાપક ડો.પંકજ રાવલે કર્યું હતું. રાજેશ ભજગોતર



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2nSoJvJ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here