
વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતને પાકિસ્તાન નહીં પણ ટેરરિસ્તાન સાથે વાત કરવામાં વાંધો છે. તેઓ ઘણાં સમયથી આતંકને પ્રોત્સાહન આપી રહ્યા છે. મને લાગે છે કે, પાકિસ્તાન એક એવો દેશ છે, જેણે કાશ્મીર મુદ્દા સામે લડવા આતંકને ઉદ્યોગ બનાવ્યો છે. કાશ્મીર મોટો મુદ્દો છે. જયશંકર ન્યૂયોર્કમાં એશિયા સોસાયટી કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે આ વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી ચીનને ગેરસમજ થઈ હતી. એટલે થોડા દિવસ પછી હું ત્યાં ગયો. મેં તેમને સમજાવ્યા કે, કશું જ નથી બદલાયું. લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પણ ત્યાં જ છે, ભારતની સરહદ પણ એ જ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2lOUgy4
via
IFTTT
No comments:
Post a Comment