ભુજથી બંને બાજુએ હાઇવે પરથી જતા પદયાત્રાળુને બપોર પછી વરસાદ નડતર રૂપ થઈ રહ્યો છે. યાત્રાળુઓ પોતાની શ્રધ્ધા અતુટ રાખીને આગળ વધી રહ્યા છે. એવીજ રીતે આજે પણ વરસાદ પડ્યો હતો. વરસતા વરસાદમાં પણ ચાલી રહ્યા છે. વરસાદ પડે એટલે યાત્રાળુઓ સલામત રહી શકાય એવી જગ્યાએ ઉભા રહી જાય છે જેવો વરસાદ બંધ થાય એટલે રવાના થઈ જાય છે.
પદયાત્રીઓ પલળ્યા, રોડ પર પાણી ભરાયાં છતાં પણ યાત્રાળુઓનો પ્રવાહ અવિરત
પદયાત્રીઓની સેવા માટે રાધનપુરથી કચ્છ આવેલા કરશનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, પગપાળા નીકળેલા આસ્થળુઓને વરસાદનું વિઘ્ન નહિ નડે. કદાચ ઠંડી પડવાથી બીમાર પણ પડ્યા તો તેમની આરોગ્યની ચિંતા કરવાની અમારી જવાબદારી છે. ધ્રાંગધ્રાથી પરિવાર સાથે નીકળેલા દેવજીભાઈએ જણાવ્યું કે, અમને રસ્તામાં કોઈ તકલીફ નથી પડી. ભુજમાં બપોરે ભારે વરસાદમાં પલળ્યા પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના કેમ્પમાં તાવ અને ઉધરસની દવા લઈ લેતા, એકદમ સારૂ લાગે છે. મઢના રસ્તે ઠેર ઠેર સેવા કેમ્પ ધમધમે છે, જેને પગલે રસ્તો કયાં કપાઈ ગયો તે ખબર જ ન પડી. અનેક પદયાત્રીઓ મજબૂત મનોબળ અને અડગ આસ્થાથી હવામાનના પલટાથી ચિંતિત નહોતો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2lXO5rt
via IFTTT
No comments:
Post a Comment